🔥 TRENDING Bus se sar kuchh Lene Se hua ek Insan... *કચ્છ માં એરટેલ નો નેટવર્ક ખોરવાયો લોક... Amy Schumer and Chris Fischer Finalize... Keke Wyatt Responds to Georgia Arrest Sneha Kumari’s Debut: From Jhansi Stag... Anirudh Ravichander Drops ‘One Sun One...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામમાં જકશી રોડ ઉપર નવી તલાવડી ખાતે તથા ડુમાણા રોડ ઉપર આવેલ કોરી તલાવડી ખાતે ગણેશ વિસર્જન કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Gilani Asikali 🗓 26 Sep 2026, 11:15 AM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં જકશી રોડ ઉપર આવેલી નવી તલાવડી ખાતે તથા ડુમાણા રોડ પાસે આવેલ કોરી તલાવડી ખાતે આજે ગણેશ વિસર્જનના અનુસંધાને ગણેશજીની પ્રતિમાના વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ગણેશ ભક્તો દ્વારા ધાર્મિક વાતાવરણમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણેશજીને વિદાય આપતી વખતે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા આ પ્રસંગે દરેક જગ્યાએ જરૂરી બંદોબસ્ત ગોઠવી સરાહનીય કામગીરી કરેલ છે તથા વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી બજાવેલ છે રિપોર્ટર અસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App