🔥 TRENDING ఆదిలాబాద్ లో 29న జాబ్ మేళా.. 101 ఉద్యో... સાગબારામાં જંગલની જમીન મુદ્દે વન વિભાગ... ઉમરપાડાની સિઝન હોસ્ટેલમાં રમતા 11 વર્ષ... અંબાજી મંદિરમાં પૂનમ નિમિત્તે વિશેષ પૂ... હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં આગામી... Kurukshetra Police Officer Injured Whi...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં ટેમ્પોચાલક અને સાથીદાર પર જાહેરમાં જીવલેણ હુમલો: રસ્તાની સાઈડ બાબતે થયો હતો ઝઘડો

✍️ Reporter: Dhaval Maheta 🗓 26 Sep 2026, 08:10 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના પાંડેસરા વિસ્તારમાં રસ્તાની સાઈડ બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક ટેમ્પોચાલક અને તેના સાથીદાર પર ત્રણથી ચાર યુવાનો અને બે મહિલાઓએ લાકડા અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં 'તેરે નામ ચોકડી' પાસે ૨૫ સપ્ટેમ્બરે એક ચોંકાવનારી ઘટના બની હતી. માલ-સામાન ઉતારવા માટે આવેલા એક ટેમ્પોચાલક અને તેના સાથીદારને જાહેરમાં નિર્મમ માર મારી અધમુવા કરી દેવાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ટેમ્પોને રસ્તાની સાઈડ પર લેવા બાબતે સ્થાનિક લોકો અને ટેમ્પો ચાલક વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં આ માથાકૂટ એટલી વધી ગઈ કે ત્રણથી ચાર યુવાનો અને બે મહિલાઓએ મળીને ટેમ્પો ચાલક અને તેના સાથીદાર પર લાકડાના ફટકા અને પ્લાસ્ટિકની પાઇપ વડે હિચકારો હુમલો કર્યો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં હુમલાની ભયાવહતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App