🔥 TRENDING फर्रूखाबाद: व्यापार मंडल ने जिलाधिकारी... बहराइच: महसी मार्ग पर गिरा पेड़ और लटक... રાજકોટ રેન્જ પોલીસની મોટી સફળતા: આંતરજ... જામનગરમાં પાનની દુકાનમાં મારામારી વિક્... Naga leaders agree to open key Manipur... Pala Accuses BJP of Stealing Mandate f...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજ: દાદુપીર પાસે ગટરની નદી, નગરપાલિકાનું તંત્ર નિષ્ફળ*દાદુપીર રેલ્વે સ્ટેશન પાસે છેલ્લા ઘણા દિવસથી ગટરનું ગંદુ પાણી રોડ પર વહી રહ્યું છે

✍️ Reporter: Naresh katua 🗓 26 Sep 2026, 05:58 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*ભુજ: દાદુપીર પાસે ગટરની નદી, નગરપાલિકાનું તંત્ર નિષ્ફળ*દાદુપીર રેલ્વે સ્ટેશન પાસે છેલ્લા ઘણા દિવસથી ગટરનું ગંદુ પાણી રોડ પર વહી રહ્યું છે. જેના કારણે આ વિસ્તારના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.*ગંદકી અને ઉગ્ર દુર્ગંધને કારણે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. વાહનચાલકો પણ કાદવ-કીચડમાંથી પસાર થવા મજબૂર છે. રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે.*સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં ભુજ નગરપાલિકાનું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તંત્રની બેદરકારીને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.*રહેવાસીઓએ તાત્કાલિક સફાઈ અને યોગ્ય નિકાલની માંગ કરી છે, નહીંતર ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે*
📲Get App