🔥 TRENDING વિશ્વ હિંદુ પરિષદ ઝઘડિયા દ્વારા ગણપતિ... Maharashtra Gold Prices Rise on 26 Sep... Divija and Amruta Fadnavis Join Juhu B... Delhi Receives Rain After Monsoon With... UP Teacher Secures Government Post Aft... Akhilesh Yadav’s Rath Rally in Raebare...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કચ્છ: વ્યાજખોરો સામે પોલીસની મોટી કાર્યવાહી, ૨.૨૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, બે ઝડપાયા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Sep 2026, 10:54 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કચ્છના કોઠારા પોલીસે વ્યાજખોરીના ગુનામાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રોકડ, સોના-ચાંદીના દાગીના, જમીનના દસ્તાવેજો સહિત ૨.૨૫ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે..

કચ્છ જિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસની એક ઐતિહાસિક સર્ચ એન્ડ સીઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોઠારા પોલીસે વ્યાજના વિષચક્રમાં લોકોને ફસાવી, ધાકધમકી આપી મિલકતના દસ્તાવેજો તથા કિંમતી ચીજવસ્તુઓ પડાવી લેવાના ગુનામાં આમદ હાજી મામદ મંધરા અને ઓસમાણ હાજી મામદ મંધરા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસે રાયધણપર ખાતે સર્ચ દરમિયાન મોટી માત્રામાં મુદ્દામાલ કબજે કર્યો છે.જેમાં ૧.૨૪ કરોડથી વધુ રોકડ, સોના-ચાંદીના દાગીના, જમીનના દસ્તાવેજો, અનેક ચેકબુકો, સહી કરેલા ચેક તેમજ હિસાબી ડાયરીઓનો સમાવેશ થાય છે.આ તમામ મળીને કુલ ૨,૨૫,૭૯,૧૨૦ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.આરોપીઓ દ્વારા વ્યાજખોરીના માધ્યમથી અનેક લોકોને આર્થિક રીતે પાયમાલ કરવામાં આવ્યા હોવાની આશંકા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આવા વધુ ગુનાઓ પ્રકાશમાં આવે તેવી શક્યતા છે.આ કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે.
📲Get App