🔥 TRENDING વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગણપતિ વિસર્જ... સમી નજીક શક્તિ હોટલ પાસે રોંગ સાઈડ આવત... સોમનાથ દરિયાકાંઠે ડૂબતા યુવકનો આબાદ બચ... Fans Write to President Seeking Justic... भारी बारिश और तेज हवाओं से ग्राम चुरहा... કઠાણા રામપુરા ગામમાં ભવ્ય લોક મેળાનું...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ચારધામ યાત્રા પૂર્ણ કરી પરત ફરેલા રાજુલા પીઆઈનું પોલીસ પરિવાર દ્વારા સન્માન

✍️ Reporter: Anil Vaghela 🗓 26 Sep 2026, 10:48 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ચારધામ યાત્રા પૂર્ણ કરી પરત ફરેલા રાજુલા પીઆઈનું પોલીસ પરિવાર દ્વારા સન્માન
રાજુલા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા શ્રી વી.એમ. કોલાદરા સાહેબ ચારધામની પવિત્ર યાત્રા પૂર્ણ કરીને રાજુલા પરત ફરતા રાજુલા પોલીસ પરિવાર દ્વારા તેમનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.
પીઆઈ શ્રી વી.એમ. કોલાદરાસાહેબ કાયદો અને વ્યવસ્થાની ફરજ સાથે ધાર્મિક આસ્થા અને આધ્યાત્મિક માન્યતાઓને પણ મહત્વ આપતા હોવાથી તેમની ચારધામ યાત્રા પૂર્ણ થયા બાદ પોલીસ સ્ટાફ દ્વારા હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પોલીસ પરિવારના સભ્યોએ તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા.

આ સન્માન કાર્યક્રમમાં પીએસઆઈ રાઠોડ, ભરતભાઈ વાળા, રાણાભાઈ વરુ, સુરેશભાઈ બાંભણિયા સહિત રાજુલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પોલીસ પરિવાર દ્વારા પીઆઈ શ્રી વી. એમ. કોલાદરા સાહેબને ચારધામ યાત્રા પૂર્ણ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી તેમના સુખાકારી અને ઉત્તમ આરોગ્યની શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
📲Get App