🔥 TRENDING राष्ट्रीय सामान्य गतिशीलता कार्ड (NCMC... Punjab Government Announces 8% Dearnes... IHCL Launches Ginger Hotel in Jorhat,... Gaurav Gogoi Rebukes BJP MP’s Padma Bh... Assam Student Found Dead at Homestay;... Jharkhand Rivers Swell Amid Continuous...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સાબરકાંઠા પોલીસ પરિવાર દ્વારા ભાદરવી પૂનમે બોલ માડી અંબે મંદિરે ધજા અર્પણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Sep 2026, 04:00 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા પોલીસ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના પવિત્ર અવસરે બોલ માડી અંબે મંદિરે ધજા અર્પણ કરવામાં આવી. આ ધાર્મિક કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો જોડાયા હતા..

સાબરકાંઠા પોલીસ પરિવાર દ્વારા ભાદરવી પૂનમના પવિત્ર અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા જાળવી રાખીને બોલ માડી અંબે મંદિરે ધજા અર્પણ કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે સાબરકાંઠાના પોલીસ અધિક્ષક ર્ડો. પાર્થરાજસિંહ ગોહિલ,નાયબ પોલીસ અધિક્ષક અને રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા.

'બોલ માડી અંબે, જય જય અંબે' ના ગગનભેદી નારાઓ સાથે પોલીસ પરિવાર દ્વારા મંદિરમાં ધજા ચઢાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ,કર્મચારીઓ અને તેમના પરિવારો જોડાયા હતા.ભાદરવી પૂનમનું આયોજન દર વર્ષે પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવે છે,જે તેમની ધાર્મિક આસ્થા અને પરંપરા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ મા અંબેના આશીર્વાદ મેળવ્યા હતા.આ પરંપરાગત કાર્યક્રમ પોલીસ પરિવારમાં એકતા અને ઉત્સાહનો સંચાર કરે છે.
📲Get App