अपराध
ભુજ: સંજોગનગરમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન
ભુજ શહેરના સંજોગનગર વિસ્તારમાં રહેતી એક 29 વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
ભુજ શહેરના સંજોગનગર વિસ્તારમાં રહેતા શીરીનબેન અબ્દુલકાદર ખત્રી નામની 29 વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિણીતાને તાત્કાલિક સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટના અંગે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ અગમ્ય કારણોની તપાસ કરી રહી છે.