🔥 TRENDING Cyclone Akvan Brings Heavy Rain to Kol... ಭಾರತ 95 ರನ್ ಮುನ್ನಡೆ, ರಾಹುಲ್ 136 ರನ್ ಶತ... ਗਾਜਿਅਾਬਾਦ ਦੇ ਲੋਨੀ ਵਿੱਚ ਸਦੱਦਾਮ ਨਾਮਕ ਯੁਵ... શિયાળુ સીઝનમાં બિયારણ, ખાતર અને જંતુના... ಬಾಂಗ್ಲಾದೇಶವಿರುದ್ದ ಜಯದೊಂದಿಗೆ ದಕ್ಷಿಣ ಆಫ್... Jharkhand CM orders review of teachers...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કુડસદ ગામના મહાદેવ મંદિરમાં ધોળા દિવસે ચોરી, સીસીટીવીમાં કેદ થયો તસ્કર
Crime

કુડસદ ગામના મહાદેવ મંદિરમાં ધોળા દિવસે ચોરી, સીસીટીવીમાં કેદ થયો તસ્કર

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 25 Sep 2026, 12:14 PM 👁 75
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે એક મહાદેવ મંદિરમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે. તસ્કરે મંદિરમાંથી ઘંટ, કળશ અને દાનપેટીમાંથી રોકડ મળી કુલ રૂ. ૧૬,૩૦૦ની મત્તા ચોરી લીધી હતી.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલા કુડસદ ગામે એક મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનામાં એક અજાણ્યા તસ્કરે મંદિરમાં પ્રવેશ કરી ત્યાંથી ઘંટ, ધાતુનો કળશ અને દાનપેટીમાં રહેલી રોકડ રકમ મળી કુલ રૂ. ૧૬,૩૦૦ ની મત્તા ચોરી લીધી હતી.

મળતી માહિતી અનુસાર, ચોર મંદિરમાં ઘૂસીને આ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં ચોર ચોરી કરતો જોઈ શકાય છે.

આ ચોરીની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.
📲Get App