🔥 TRENDING Vijay Sethupathi's 'Baththa' trailer t... Times of India releases official trail... Former Sikkim Chief Minister Rejects D... Massive Mudslide Ravages West Sikkim V... Heavy Rainfall Causes Landslide in Gya... Indore's Anant Chaturdashi Parade Feat...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા: રાજપુર (નવા) ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, અનેક લાભાર્થીઓએ મેળવ્યો લાભ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Sep 2026, 07:24 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્ય સરકાર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર તાલુકાના રાજપુર (નવા) ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહ્યો છે કે કેમ તેની માહિતી મેળવવામાં આવી..

સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકાના રાજપુર (નવા) પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનોને સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી મળી રહ્યો છે કે કેમ તેની માહિતી મેળવવાનો હતો.આ દરમિયાન વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી સરળ,ઝડપી અને સ્થળ પર જ પહોંચે તે હેતુથી યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમને ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.આ પ્રસંગે આંગણવાડી બહેનોને તેમના બાળ વિકાસ અને પોષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સેવાઓ બદલ પ્રમાણપત્ર તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન નારણ પટેલ,તાલુકા સંગઠન પ્રમુખ હિતેન્દ્ર પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નરેશ પરમાર,એ.ટી.ડી.ઓ.સુરેન્દ્રસિંહ ડાભી,સરપંચ ભરત પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી સેવાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે જનસેવાનો સંકલ્પ આ કાર્યક્રમ દ્વારા પુનરાવર્તિત થયો હતો.
📲Get App