स्थानीय
પરવટ-મગોબની ટેક્સટાઇલ માર્કેટ અને મુખ્ય માર્ગ પરથી પાલિકાએ દબાણો હટાવ્યા
यहाँ देखें:
▶️ YouTube
સુરત મહાનગરપાલિકાએ પરવટ-મગોબ વિસ્તારમાં આવેલી બે ટેક્સટાઇલ માર્કેટ અને કબૂતર સર્કલથી ફાયર સ્ટેશન રોડ પરના ગેરકાયદે દબાણો સામે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી છે. રાજ ટેક્સટાઇલ માર્કેટમાં પેસેજ કવર કરાયેલો હોવાથી તેને તોડી પાડવામાં આવ્યો હતો, જ્યારે સાલાસર માર્કેટમાં ટેરેસ પરના શેડનું ડિમોલિશન સ્વેચ્છિક રીતે કરાયું હતું. આ સાથે જ મુખ્ય માર્ગ પરના પાથરણા અને લારી-ગલ્લાના દબાણો દૂર કરી માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો કરાયો.
સુરત મહાનગરપાલિકા દ્વારા પરવટ-મગોબ વિસ્તારમાં આવેલી બે ટેક્સટાઇલ માર્કેટમાં થયેલા ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્લોટ નંબર 69માં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં સંચાલકો દ્વારા પેસેજને કવર કરી લેવાયો હતો. અનેક નોટિસ બાદ પણ દબાણ ન હટાવતાં, ગુરુવારે પાલિકાની ટીમે બીજા માળે કવર કરાયેલો આશરે 800 ચોરસ ફૂટનો પેસેજ તોડી પાડ્યો હતો. આ કાર્યવાહી અંતર્ગત મિલકતદાર પાસેથી 60,000 રૂપિયાનો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, પ્લોટ નંબર 50/બી સ્થિત સાલાસર માર્કેટમાં પણ ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી કરાઈ હતી. અહીં ટેરેસ પર પતરાના શેડ તાણી દેવાયા હતા. આ બાબતે નોટિસ મળતાં મિલકતદારોએ સ્વેચ્છિક રીતે જ તેનું ડિમોલિશન કર્યું હતું. ડેપ્યુટી કમિશનર અને કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન હેઠળ ઇજનેરો અને 30 બેલદારોની ટીમ દ્વારા આ સમગ્ર કાર્યવાહી પાર પાડવામાં આવી હતી.
ટેક્સટાઇલ માર્કેટો ઉપરાંત, પાલિકાની ટીમે કબૂતર સર્કલથી ડુંભાલ ફાયર સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર પણ સપાટો બોલાવ્યો હતો. આ જાહેર માર્ગ પર પાથરણાવાળાઓ તેમજ લારી-ગલ્લાના ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીને પગલે સમગ્ર માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે ખુલ્લો કરવામાં આવ્યો હતો, જેનાથી સ્થાનિક નાગરિકોને મોટી રાહત મળી છે.