🔥 TRENDING निशा कंवर राठौड़ बनीं NCC में कमिश्नर... भारी बारिश से जनजीवन अस्त-व्यस्त, ग्रा... Machhimaro upar sankat ఆదిలాబాద్:52 అడుగుల మహా వినాయకుడి నిమజ... KEA PGCET 2026 Final Seat Allotment Re... Karnataka CM Opens New Eugenix Hair Re...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાબરકાંઠા: ઈડરના જાદર ગામમાં ચારિત્ર્યની શંકામાં પત્નીની ગળું દબાવી હત્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Sep 2026, 01:26 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામની હરિપુરા સીમમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. ચારિત્ર્યની શંકામાં એક પતિએ પોતાની પત્નીની ગળું દબાવી હત્યા કરી નાખી..

સાબરકાંઠાના-:
ઈડર તાલુકાના જાદર ગામની હરિપુરા સીમમાં ચારિત્ર્યની શંકાના કારણે એક પતિએ પોતાની પત્નીની ગળું દબાવી હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે.આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે..

પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક મહિલાના પતિને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી.આ શંકાના કારણે ઉશ્કેરાઈને તેણે આવેશમાં આવીને પોતાની પત્નીનું ગળું દબાવી દીધું હતું,જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી,મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.પોલીસે પતિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે નાયબ પોલીસ અધિક્ષક ઈડર વિભાગ સ્મિત ગોહિલ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તેમણે આ ઘટના અંગે નિવેદન પણ આપ્યું છે.
📲Get App