🔥 TRENDING Landslides Threaten Homes in Sikkim's... Indrajatra 2026 Ends in Gangtok as CM... Landslide in Rimbi, Sikkim, Damages Mu... Arunachal CM Calls ANSU Bandh 'Unfortu... Arunachal Governor Calls on BSNL to Pr... New Begonia species identified in Arun...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

તલોદ પ્રોહીબીશન ગુનામાં છ મહિનાથી ફરાર આરોપી સાબરકાંઠા એસ.ઓ.જી.ના હાથે ઝડપાયો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 25 Sep 2026, 03:38 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા એસ.ઓ.જી. ટીમે તલોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતો ફરતો આરોપીને હિંમતનગરથી ઝડપી પાડ્યો છે. આરોપીને વધુ કાર્યવાહી માટે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અને પોલીસ અધિક્ષકશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા અનિચ્છનીય બનાવોને રોકવા માટે એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

આ સૂચનાના અનુસંધાને, એસ.ઓ.જી. સાબરકાંઠાના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી.કે.યુ.ચૌધરી અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી.પી.એમ.ઝાલાની રાહબરી હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી અર્થે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો.

દરમિયાન, એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ શુભેન્દ્રસિંહ અને આ.પો.કોન્સ. દિપકસિંહ ભિખુસિંહને ખાનગી બાતમીદાર પાસેથી મળેલી બાતમીના આધારે, તલોદ પોલીસ સ્ટેશનના પાર્ટ સી.ગુ.ર.નં-૧૧૨૦૯૦૪૯૨૬૦૫૪૯/૨૦૨૬ હેઠળ નોંધાયેલા પ્રોહીબીશન એક્ટની કલમ-૬૫(એ), (ઇ), ૧૧૬ બી, ૯૮(૨) અને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૩૬(૨), ૩૪૦ (૨), ૩૪૧ (૨) મુજબના ગુનાનો ફરાર આરોપી હિંમતનગર ન્યાય મંદિર પીક અપ સ્ટેન્ડ પાસે રોડ ઉપર મળી આવ્યો હતો.

સદરી નાસતા ફરતા આરોપી, જેનું નામ વિષ્ણુ માંગીલાલ ડાંગી, ઉંમર ૨૭ વર્ષ, રહેવાસી ડંગારીયો ની તલાઇ, ઓડવારીયા, તા.માવલી, જી.ઉદેપુર, રાજસ્થાન છે, તેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૫(૧)(જે) મુજબ અટક કરવામાં આવ્યો છે. આરોપીને વધુ કાર્યવાહી માટે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં ASI અનિરૂધ્ધસિંહ, HC હરપાલસિંહ, PC કલ્પેશકુમાર અને PC દિપકસિંહ જોડાયા હતા.
📲Get App