🔥 TRENDING સુરતમાં તાપી નદીમાં ગણપતિ વિસર્જન વખતે... ખેડબ્રહ્માના પાટડીયા ગામના પ્રતિનિધિઓએ... नॉएडा बस अग्निकांड માંગરોળ તાલુકામાં દસ દિવસ બાદ શ્રીજીની... સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર... कमालगंज में भक्ति और परंपरा के साथ हुआ...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત અને ભાવનગરના તબીબોના આપઘાત: રાજ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા

✍️ Reporter: Dhaval Maheta 🗓 25 Sep 2026, 10:02 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને ભાવનગરના એનાટોમી વિભાગના પ્રોફેસરના આપઘાતના બનાવ બાદ તબીબી આલમમાં શોકનો માહોલ છે. રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ ઘટનાઓને અત્યંત દુઃખદ ગણાવી ઉચ્ચસ્તરીય અને તટસ્થ તપાસના આદેશ આપ્યા છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એનાટોમી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર અને ભાવનગરમાં એનાટોમી વિભાગના પ્રોફેસરના આપઘાતના મામલાએ સમગ્ર રાજ્યના તબીબી જગતમાં ચકચાર મચાવી દીધી છે. સુરતમાં રેસિડેન્ટ ડૉક્ટરે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લેતાં હોસ્પિટલ કેમ્પસ અને પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ બંને ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તથા તટસ્થ તપાસના સ્પષ્ટ આદેશો આપ્યા છે.

આરોગ્ય મંત્રીએ આ ઘટનાઓને અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, દિવંગત તબીબોના અકાળે અવસાનથી તેમના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જેમાં સુરતના રેસિડેન્ટ ડોક્ટરની નાની દીકરી નોંધારી બની છે. મંત્રીએ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને ઈશ્વર તેમને આ અસહ્ય આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી કામના કરી હતી.

આરોગ્ય મંત્રીએ વધુમાં માહિતી આપતાં જણાવ્યું કે, મૃતક ડોક્ટરનું નિયમાનુસાર પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવ આત્મહત્યાનો હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ કયા ચોક્કસ કારણોસર આ અંતિમ પગલું ભરવામાં આવ્યું તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તારણો આવ્યા બાદ જ સત્તાવાર રીતે સ્પષ્ટ થશે. રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની તમામ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
📲Get App