કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તાબા હેઠળની જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ની ઉજવણી

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ‘સ્વચ્છતા’ ઝુંબેશ યોજાઈ - ૫૦૦ થી વધુ સહકારી સંસ્થાઓએ ભાગ લીધો
અમરેલી તા. ૨૪ સપ્ટેમ્બર
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’નું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વિવિધ કચેરીઓ દ્વારા તા. ૨૩.૦૯.૨૦૨૬ના રોજ ‘સેવા સંકલ્પ અભિયાન’ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓ અમરેલીના તાબા હેઠળની વિવિધ સહકારી સંસ્થાઓને પણ આ અભિયાનમાં સામેલ કરવામાં આવેલ હતી.
અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સાથે સંકળાયેલી વિવિધ સેવા સહકારી મંડળીઓ, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે સંકળાયેલી વિવિધ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘ અને જિલ્લા સહકારી સંઘ સાથે સંકળાયેલી અન્ય મંડળીઓ દ્વારા પણ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સ્વચ્છતા’ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા હી સેવા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અભિયાનમાં અમરેલી જિલ્લાની ૫૦૦થી વધુ સહકારી મંડળીઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો તેમ સહકારી મંડળીઓ-અમરેલી જિલ્લા રજીસ્ટ્રારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.