Crime
અમદાવાદ: પાલડી કોચરબ આશ્રમ પાસે સ્પામાં આગ,૪ લોકોને બચાવ્યા..
અમદાવાદના પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમ પાસે આવેલા એક સ્પામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી ત્રણ મહિલા સહિત એક પુરુષનો સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યો હતો..
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમ નજીક આવેલ એક સ્પામાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન, સ્પાની અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું..
જેમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે.બચાવવામાં આવેલા ચારેય લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.