🔥 TRENDING India kicks off World Cup campaign wit... BJP Reappoints Manas Mohanty as Odisha... Heavy Rain Persists in Odisha as Bay o... Tech firms urge Trump administration t... Heavy Rain Alert Prompts School Holida... Ludhiana South Councilor Rajinder Pal...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અમરેલી જિલ્લા ખાતે આવેલ હોસ્ટેલો/કેન્ટીનની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 25 Sep 2026, 09:14 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અમરેલી જિલ્લા ખાતે આવેલ હોસ્ટેલો/કેન્ટીનની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી

અમરેલી તા. ૨૪ સપ્ટેમ્બર,૨૦૨૬
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમરેલી દ્વારા તા.૧૪/૦૯/૨૦૨૬ થી તા.૧૯/૦૯/૨૦૨૬ દરમિયાન અમરેલી જિલ્લા ખાતે આવેલ સરકારી/ અર્ધસરકારી/ખાનગી હોસ્ટેલ ખાતે ચાલતા રસોડાઓની ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદર કામગીરી દરમિયાન કુલ-૧૫ જેટલી પેઢીઓની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન તમામને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ના શેડ્યુલ-૪નું પાલન કરવા તથા તેઓના દ્વારા પીરસવામાં આવતા ખોરાકની શુદ્ધતા અને હાઇજેનિક કન્ડીશનનું પાલન કરવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા.

તપાસ કરેલ તમામ ફૂડ બિઝનેશ ઓપરેટરને પોતાના પ્રિ-માઇસીસમાં સાફ-સફાઇ તેમજ હાઇજેનિક કંડીશનનું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું. વધુમાં જુલાઇ માસ દરમિયાન બટારવાડી,અમરેલી ખાતેથી સંજયભાઈ રમેશભાઈ વિરાણીની માલિકી પેઢીમાંથી લેવામાં આવેલ "ગાયનું ઘી" નો નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે તથા ધારી-અમરેલી રોડ,ધારી ખાતે આવેલ મે.અમીરસ રેસ્ટોરન્ટ ખાતેથી લેવામાં આવેલ પનીરનો નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. સદર પેઢીઓ સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અન્વયે કાયદેસરની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-અમરેલી ડેઝીગ્નેટેડ ઓફીસરશ્રીની યાદીમાં જણાવવામાં આવેલ છે.
📲Get App