Local
અમદાવાદ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાંકરિયા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી..
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે સ્થાપિત પ્રતિમાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી.આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે સ્થાપિત પ્રતિમાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમ દ્વારા ઉપાધ્યાયજીના રાષ્ટ્રનિર્માણ અને અંત્યોદયના વિચારોને નમન કરવામાં આવ્યા.મુખ્યમંત્રીએ જણાવ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું સાદગીપૂર્ણ જીવન, રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ અને સમાજના અંતિમ વ્યક્તિના કલ્યાણનો વિચાર આજે પણ સૌ માટે પ્રેરણારૂપ છે.તેમના વિચારો સમાજને હંમેશા માર્ગદર્શન આપતા રહેશે..
આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ,મેયર હિતેશ બારોટ,મહાનગરના અધ્યક્ષ પ્રેરક શાહ,સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્યો,મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તેમજ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.