🔥 TRENDING મહેસાણામાં-: LCB દ્વારા ગોવિંદવાડી (કટ... കേരള മുഖ്യമന്ത്രി വിടി സതീശൻ ഇന്ന് ഇടു... Veteran filmmaker Chandrashekhar urges... પારડી નજીક વલ્લભ આશ્રમ શાળા પાસે ગમખ્વ... आसनसोल के जुबली मोड़ पर पेट्रोल स्कूटर... Ashish Nehra Declines CSK Coaching Off...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

ભરૂચ: શિક્ષકોના આંતરિક વિવાદે સિંધોત ગામની શાળાનો ઘેરાવો, વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા ચિંતા

✍️ Reporter: Nilesh Chaudhari 🗓 25 Sep 2026, 05:35 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ તાલુકાના સિંધોત ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોના આંતરિક ઝઘડા અને વિવાદોને કારણે ગ્રામજનોએ શાળાનો ઘેરાવો કર્યો. શિક્ષકોની લડાઈને કારણે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૨૫૦ થી ઘટીને માત્ર ૭૮ થઈ ગઈ છે.

ભરૂચ તાલુકાના સિંધોત ગામે આવેલી પ્રાથમિક મિશ્રશાળાના શિક્ષકોના અંદરોઅંદરના ઝઘડા અને વિવાદોથી ત્રાસીને આખરે ગામના લોકોએ તહેવારના દિવસે પણ મજબૂર થઈને શાળાનો ઘેરાવો કરવાની ફરજ પડી હતી. શિક્ષકોની આપસની લડાઈને કારણે માસૂમ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે તેવી લાગણી ગ્રામજનોએ વ્યક્ત કરી હતી.

ધોરણ ૧ થી ૮ સુધીની આ શાળામાં અગાઉ ૨૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. પરંતુ છેલ્લા દોઢ વર્ષમાં શિક્ષકોના ઝઘડાથી કંટાળીને વાલીઓએ બાળકોને શાળામાંથી ઉઠાડી લીધા છે. હાલમાં માત્ર ૭૮ વિદ્યાર્થીઓ જ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓ બાજુના ગામોમાં ભણવા જવા મજબૂર બન્યા છે.

૧૫૦૦ થી વધુ વસ્તી ધરાવતા આ ગામની શાળામાં માત્ર ૫ જેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. પરંતુ તેમની વચ્ચેના સતત કચવાટ અને અંદર-અંદરના ઝઘડાઓને કારણે શાળાનું શૈક્ષણિક વાતાવરણ દૂષિત થયું છે, જેના પરિણામે વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
📲Get App