🔥 TRENDING મા મેલોડી મંદીર બાંધકામ માટે દાનની અપી... धोरिया गांव में सेक्टर स्तरीय कैडर कैं... G. V. Prakash Kumar Praises 'Bhabhi Ta... સુરતમાં ત્રણ જણનું મોતિયો પામ્યા ગણપતી... Jharkhand Conducts Workshop on DPDP Ac... Jharkhand CID Arrests Suspect Alleged...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

ગણદેવી તાલુકાના ગડત ગામે ગણેશજીની પ્રતિમાઓનું અંબિકા નદીમાં ભવ્ય વિસર્જન

✍️ Reporter: Bhupatbhai Barot 🗓 25 Sep 2026, 09:14 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નાદ સાથે નવસારી જિલ્લાના ગડત ગામે વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્થાપિત શ્રી ગણેશજીની પ્રતિમાઓનું અનંત ચતુર્દશીના દિવસે અંબિકા નદીમાં ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગડત ગામે ગણેશ ચતુર્થીના પાવન પર્વે વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી શ્રી ગણેશજીની પ્રતિમાઓનું 12 દિવસના ઉત્સવ બાદ અનંત ચતુર્દશીના દિવસે અંબિકા નદીમાં ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે 'ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના' જેવા ગગનભેદી નાદ સાથે ભક્તોએ ભાવભીની વિદાય આપી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિ અને ઉત્સાહથી છવાઈ ગયું હતું.

વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા અને શ્રીજીની પ્રતિમાઓને અંબિકા નદીમાં લાવવામાં આવ્યા હતા. ખાસ કરીને, સોનવાડી ગામના યુવાનો દ્વારા બાપાની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું, જે આ ઉત્સવની ભાવનાને દર્શાવે છે.
📲Get App