🔥 TRENDING Shahpura Toll Plaza on Bhopal-Jabalpur... Woman alleges six-year rape under marr... Congress Leader Stages Sit-in Protest... Patient dies at Alwar General Hospital... Congress Candidate Sushil Midha Wins S... Violent clash over ₹5,000 washing‑mach...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માલિયાધારા ગામ ચીખલી તાલુકા ખાતે આયુષ મેળા નું આયોજન

✍️ Reporter: Kamlesh Solanki 🗓 25 Sep 2026, 12:34 PM 👁 67
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માલિયાધારા ગામ ચીખલી તાલુકા ખાતે આયુષ મેળા નું આયોજન

ચીખલી તાલુકામાં શિવ મંદિર મલીયાધરા ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય,નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું.જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય કાજલબેન મઢીકર દ્વારા મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરી,આયુષ મેળા અને આયુષ શાખા ની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. માન. જિલ્લા પંચાયત સભ્ય ડૉ.નેહાબેન જયવદન પટેલ દ્વારા આયુર્વેદ અને હોમીયોપેથી પદ્ધતિથી ખૂબ સારા પરિણામ મળે છે આયુર્વેદની ત્વરિત અગ્નિકર્મ થી ખૂબ સારા પરિણામ મળે છે તેમ જણાવ્યું તેમજ વધુમાં વધુ લોકો આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સાનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી. જિલ્લા પંચાયત જાહેર બાંધકામ સમિતિના ચેરમેન શ્રી કૌશિકભાઇ પટેલ દ્વારા વર્ષ - ૨૦૪૭ ના વિકસિત ભારતની સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે સ્વસ્થ ભારતની પ્રથમ અનિવાર્યતા માટે આવા આયુષ મેળા ખૂબ જ ઉપયોગી રહેશે તેમ જણાવ્યું.જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ શ્રીમતી અમિતાબેન પટેલ દ્વારા આયુર્વેદ ઔષધીય વનસ્પતિનો વધુમાં વધુ પ્રચાર કરવા તેમજ કોરોના કાળ દરમિયાન આયુર્વેદ ઔષધીઓના ઉપયોગ વિશે જણાવ્યું , તેમજ વિશ્વ યોગ દિવસ અને તેના મહત્વ વિશે જણાવ્યું..આ આયુષ મેળામા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન માન.તુષારભાઈ પટેલ, મહિલા અને બાળ વિકાસ સમિતિ ચેરમેન શ્રીમતી રમીલાબેન પટેલ, માલિયાધરા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રીમતી રેખાબેન પટેલ,ચીખલી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘેજના કર્મચારી,ICDS વિભાગના કર્મચારી તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સ્ટોલની મુલાકાત લેવામાં આવી. પોષણ માસની ઉજવણીના ભાગરૂપે લોક જાગૃતિ માટે તેમજ આયુર્વેદના પ્રચાર પ્રસાર અર્થે પ્રાથમિક શાળાના બાળકો સહિત ઉપસ્થિત સૌ આયુષ વિભાગના મેડિકલ ઓફિસર સ્ટાફ અને મહેમાનો દ્વારા સ્વસ્થ જીવનશૈલી માટેના સૂત્ર સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું.આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા તમામ રોગોનું નિદાન- સારવાર કેમ્પ, પંચકર્મ ,અગ્નિકર્મ ચિકિત્સા તેમજ દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન તેમજ જરૂરી યોગ માર્ગદર્શન, પ્રકૃતિ પરિક્ષણ, જીરિયાટ્રીક ઓપીડી, રોગોથી બચવા માટે હર્બલ ટી નું વિતરણ તથા આયુર્વેદ હોમિયોપેથિક દવા વિતરણ કરવામાં આવ્યું.આયુષ મેળામા આયુષ્માન આરોગ્ય મંદિર ના યોગ ઈન્સ્ટ્રકટર દ્વારા યોગાસનોનુ પ્રદર્શન કરવામા આવ્યુ. ઔષધીય વનસ્પતિ નું પ્રદશન કરવામાં આવ્યું.
📲Get App