🔥 ट्रेंडिंग लुधियाना के सतनाम सिंह और सलमान खान ने... जालंधर में श्री सिद्ध बाबा सोढल मेले क... मीरी पीरी खालसा मार्च समाप्त, श्री अका... लुधियाना में पंडित धीरेंद्र शास्त्री क... વડોદરામાં ગણેશ વિસર્જન: DCP ડો. કાનન દ... इंदौर में अनंत चतुर्दशी की झांकियों का...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતના અમરોલી ચાર રસ્તા પાસે એમ.એન. જ્વેલર્સમાં ભીષણ આગ: લાખોની નુકસાનીની આશંકા, જાનહાનિ ટળી

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 25 सित. 2026, 10:54 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના અમરોલી ચાર રસ્તા પાસે આવેલા એમ.એન. જ્વેલર્સના શો-રૂમમાં ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ મોટા આર્થિક નુકસાનની આશંકા છે.

સુરતના અમરોલી ચાર રસ્તા પાસે આવેલા જાણીતા એમ.એન. જ્વેલર્સના શો-રૂમમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.

કોલ મળતાની સાથે જ કતારગામ, અમરોલી સહિત શહેરના 13થી વધુ ફાયર સ્ટેશનો પરથી 15 જેટલી ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચીને ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. સાંકડા વિસ્તાર અને ધુમાડાના સામ્રાજ્ય વચ્ચે જવાનોએ આશરે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.

જ્વેલર્સમાં મોટા પ્રમાણમાં સોના અને ચાંદીના કિંમતી દાગીના તેમજ ફર્નિચર હોવાથી આ દુર્ઘટનામાં મોટા આર્થિક નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સદનસીબે, સમયસૂચકતાના પગલે મોટી જાનહાનિ ટળી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે, જોકે કોઈને સામાન્ય ઈજા થઈ છે કે કેમ તેની સ્પષ્ટતા હજુ બાકી છે.
📲Get App