🔥 TRENDING BCCI Secretary Announces IPL Mini Auct... સુરતમાં રાંદેર પોલીસે ૧૦.૫ કિલો ગાંજા... Husband and Son Arrested in Connection... Kanpur businessman murder case: Son ar... Kanpur murder case: Husband arrested a... Second Golf Course Road crash case fac...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Defence

પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ૧૦ સ્થળો પર હવાઈ હુમલા કર્યા, તાલીબાનની બદલો લેવાની ચીમકી

✍️ Reporter: meet hemantbhai mandora 🗓 25 Sep 2026, 08:37 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ૧૦ સ્થળો પર હવાઈ હુમલા કર્યાનો દાવો કર્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે આ સ્થળો પરથી પાકિસ્તાન વિરુદ્ધ ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. તાલીબાને આ કાર્યવાહીનો જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે.

પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ૧૦ સ્થળો પર હવાઈ હુમલા કર્યાનો દાવો કર્યો છે. પાકિસ્તાનના જણાવ્યા અનુસાર, આ હુમલા એવા સ્થળો પર કરવામાં આવ્યા હતા જ્યાંથી પાકિસ્તાન વિરુદ્ધ ડ્રોન હુમલા કરવામાં આવતા હતા અને ડ્રોનનો સંગ્રહ કરવામાં આવતો હતો.

પાકિસ્તાનનો દાવો છે કે આ કાર્યવાહી દ્વારા તેણે આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે. આ હુમલાઓને પગલે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.

બીજી તરફ, અફઘાનિસ્તાનના શાસક તાલિબાન દ્વારા આ કાર્યવાહીનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. તાલિબાને પાકિસ્તાનને આ કૃત્યનો બદલો લેવાની ચીમકી ઉચ્ચારી છે અને જણાવ્યું છે કે તેઓ આ આક્રમણનો યોગ્ય જવાબ આપશે.
📲Get App