🔥 TRENDING Four Mumbai Residents Die After Car Hi... Two student suicides at Gujarat univer... Prasann Chand Mehta, Two‑Time BJP Dist... पटना के बिक्रम में डी हब मॉल का शुभारं... અરવલ્લી પોલીસે NDPS કેસમાં ૧૦ વર્ષની સ... Trolls Target 'The Paradise' as Box‑Of...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રાજપરા ખાતે સેવા સેતુ કાર્યક્રમ: આઠ ગામોના લોકોને વિવિધ સરકારી યોજનાઓનો સ્થળ પર લાભ

✍️ Reporter: MORI GAMBHIRSINH 🗓 25 Sep 2026, 05:00 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાણપુર તાલુકાના રાજપરા ગામ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં આઠ ગામોના નાગરિકોએ વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવાથી મુક્તિ અપાવી એક જ સ્થળે અનેક સુવિધાઓ પૂરી પાડવાનો હતો.

રાણપુર તાલુકાના રાજપરા ગામ ખાતે તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધંધુકા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાણપુર તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પ્રવિણભાઈ બાવળીયા, બોટાદ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લીલાબેન વિનુભાઈ સોલંકીના પ્રતિનિધિ વિનુભાઈ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ હરપાલસિંહ ઝાલા, તાલુકા પંચાયત સદસ્યો દાનજીભાઈ પંચાળા અને આકાશભાઈ સાંકળીયા, રાજપરા સરપંચ પ્રદપિસિંહ પરમાર, ઉમરાળા સરપંચ અરવિંદભાઈ બાવળીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

તંત્ર તરફથી મામલતદાર કે.બી. ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી સી.સી. દવે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જીતેન્દ્રસિંહ લીંબોલા તેમજ કેળવણી નિરીક્ષક કરણસિંહ લીંબોલા સહિતના અધિકારીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ રાજપરા, ઉમરાળા, અલમપુર, બુબાવાવ, ખોખરરોશ, કુંડલી, અણયાળી કાડી અને પાણવી ગામના ગ્રામજનોએ લીધો હતો.

આ કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા આર્થિક સહાય, વૃદ્ધ સહાય, રેશનકાર્ડમાં નામ સુધારો/કમી/ઉમેરો, આધારકાર્ડ સંબંધિત સેવાઓ, હેલ્થ વેલનેસ કાર્ડ, બેકિંગ સેવાઓ, માતુશક્તિ યોજના, નમોશ્રી યોજના, દિવ્યાંગો માટે બસ પાસ, પ્રધાનમંત્રી જન આરગ્ય યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સરકારી યોજનાઓ તથા સેવાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો હતો. કાર્યક્રમના કારણે ગ્રામજનોને વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાવા વિના એક જ સ્થળેથી અનેક સેવાઓ મેળવવાની સુવિધા મળી હતી, જેનાથી તેમનો સમય અને શ્રમ બંને બચ્યા હતા.
📲Get App