🔥 TRENDING Alia Bhatt‑Produced Film ‘Don’t Be Shy... મોરવાડા ગામમાં બે જુદી જુદી ફરિયાદો નો... ଭଦ୍ରକରେ ବିପଦ ସଙ୍କେତ ଟପିଲା ବୈତରଣୀ: ଜଳକା... Kavin and Nayanthara's Romantic Film B... ମୌସୁମୀ ଅଧିବେଶନରେ ଅଚଳାବସ୍ଥା ଜାରି, ପୁଣି... juna wadaj bridge
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જૂનાગઢ: વંથલી પોલીસે ગેરકાયદેસર જામગરી બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

✍️ Reporter: Sudip Gadhiya 🗓 25 Sep 2026, 11:42 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક ઈસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારના સાંતલપુરધાર ગામમાંથી પોલીસે એક ઈસમને વગર પાસ-પરમિટે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. વંથલી પોલીસની ટીમે આ કાર્યવાહી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ઝડપી પાડેલા આરોપીની ઓળખ ઈકબાલ ઉર્ફે અકુલો હાસમભાઈ લાડક (ઉંમર ૨૪ વર્ષ, ધંધો મજૂરી, રહે. સાંતલપુરધાર, વંથલી, જી. જૂનાગઢ) તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક નંગ-૧ કિંમત રૂ. ૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી)એ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરી વંથલી પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એન.એન. તળાવિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પ્રવીણભાઈ દાફડા અને પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
📲Get App