🔥 TRENDING મા મેલોડી મંદીર બાંધકામ માટે દાનની અપી... धोरिया गांव में सेक्टर स्तरीय कैडर कैं... G. V. Prakash Kumar Praises 'Bhabhi Ta... સુરતમાં ત્રણ જણનું મોતિયો પામ્યા ગણપતી... Jharkhand Conducts Workshop on DPDP Ac... Jharkhand CID Arrests Suspect Alleged...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભક્તિ અને ઉત્સાહ વચ્ચે ભાલોદ ગામે ગણેશજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 25 Sep 2026, 08:34 PM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના ગગનભેદી નાદ સાથે શ્રીજીને ભાવભીની વિદાય

ભક્તિ અને ઉત્સાહ વચ્ચે ભાલોદ ગામે ગણેશજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન
ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના ગગનભેદી નાદ સાથે શ્રીજીને ભાવભીની વિદાય
ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે ગણેશ ચતુર્થીના પાવન પર્વે વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી શ્રી ગણેશજીની પ્રતિમાઓનું 12 દિવસના ઉત્સવ બાદ અનંત ચતુર્દશીના દિવસે નર્મદા નદીમાં ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.
વિસર્જન નિમિત્તે વિવિધ ગણેશ મંડળો દ્વારા પોતાના સ્થળેથી ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ડીજે તેમજ ઢોલ નગારા ના તાલે યુવાઓએ નાચ ગરબા કરી ઉત્સાહભેર યાત્રામાં ભાગ લીધો હતો તેમજ દેશભક્તિના ગીતો તેમજ ગણપતિ બાપ્પા મોરિયા ના નાદથી સમગ્ર ભાલોદ ગામનો માહોલ ભક્તિમય બન્યો હતો તેમજ વિસર્જન યાત્રા ગામના મુખ્ય માર્ગો તેમજ મેન બજારમાંથી પસાર થઈ મોડી સાંજે નર્મદા નદી કિનારે પહોંચી ને શ્રીજીની પ્રતિમાઓનું તબક્કાવાર વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેમજ કોઈ અનિચ્છિય બનાવ ના તે માટે રાજપારડી ના પી.આઈ. વી.આર. દેસાઈ તેમજ રાજપારડી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ ગણપતિ બાપા મોરિયા પુઢચ્યા વર્ષે લવકરિયા ના ગગનભેદી નાદ સાથે ભક્તોએ વિઘ્નહર્તા શ્રીજીને ભાવભીની વિદાય આપી અને આગામી વર્ષે ફરીથી શ્રીજીનું ભવ્ય આગમન થાય તેવી પ્રાર્થના કરી હતી. ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન સાથે ભાલોદ પંથકમાં 12 દિવસીય ગણેશોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી. વિવિધ ગણેશ મંડળો દ્વારા વિસર્જન બાદ પ્રસાદી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોટર: મલેક સિરાજુદ્દીન જગડીયા
📲Get App