🔥 TRENDING BCCI Secretary Announces IPL Mini Auct... સુરતમાં રાંદેર પોલીસે ૧૦.૫ કિલો ગાંજા... Husband and Son Arrested in Connection... Kanpur businessman murder case: Son ar... Kanpur murder case: Husband arrested a... Second Golf Course Road crash case fac...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થાઓ/મંડળોએ તા.૨૮ સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશપત્રો મોકલી આપવા

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 25 Sep 2026, 09:24 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થાઓ/મંડળોએ તા.૨૮ સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશપત્રો મોકલી આપવા

અમરેલી તા. ૨૪ સપ્ટેમ્બર
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી, અમરેલી સંચાલિત જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આગામી સમયમાં આયોજન થનાર છે. જિલ્લાકક્ષાએ રાસ, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા વિભાગની સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં ત્રણેય વિભાગમાં પ્રથમ નંબરે આવનાર વૃંદો રાજ્યકક્ષાએ અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. રાસ, પ્રાચીન અને અર્વાચીન ગરબા સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થા/મંડળોએ અત્રેની કચેરીનાં બ્લોગ એડ્રેસ doamreli.blogspot.com પરથી અથવા અત્રેની કચેરી પરથી પ્રવેશપત્ર મેળવી શકાશે. જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા માટે ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા રહેશે, જ્યારે રાસ સ્પર્ધામાં ૧૪ થી ૪૦ વર્ષની વયમર્યાદા ધરાવતા કલાકારો ભાગ લઇ શકશે.

સંસ્થા/મંડળોએ પોતાનું પ્રવેશપત્ર તૈયાર કરી ઉંમરનો આધાર પુરાવો (આધાર કાર્ડ/જન્મ તારીખનો દાખલો) પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે. તા.૨૮/૦૯/૨૦૨૬ બપોરના ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ નં-૧૧૦/૧૧૧, પ્રથમ માળે, અમરેલીને મોકલવાની રહેશે, આ સ્પર્ધાની વધારે માહિતી માટે કચેરી ફોન નંબર ૦૨૭૯૨-૨૨૩૬૩૦ સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App