स्थानीय
સુરત મનપામાં નવા કમિશનરના નિર્ણયથી શાસકો ભડક્યા, વહીવટી તંત્ર અને રાજકીય પક્ષ વચ્ચે ઘર્ષણના એંધાણ
સુરત મહાનગરપાલિકામાં નવા કમિશનર રાજકુમાર બેનીવાલે શાસકો સાથે પરામર્શ વિના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કરેલી બદલીઓ અને જવાબદારીની ફેરબદલીના આદેશોથી વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે સીધા ઘર્ષણના સંકેત મળી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકામાં માંડ ત્રણ અઠવાડિયા પૂર્વે કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળનારા સિનિયર આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલે શાસકો સાથે કોઈપણ પ્રકારના પરામર્શ કે સંકલન વિના અતિસંવેદનશીલ અને વિવાદાસ્પદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં બદલી તેમજ જવાબદારીની ફેરબદલીના આદેશો જારી કરતાં વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે સીધા ઘર્ષણના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ખજોદ ડિસ્પોઝલ સાઇટ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને સ્વીપર મશીન જેવા પ્રકરણોથી સતત વિવાદમાં રહેલા આ વિભાગમાં અત્યાર સુધીના કમિશનરો શાસકો સાથે ચર્ચા-વિચારણા બાદ જ નિર્ણયો લેતા હતા, પરંતુ નવા કમિશનરે આ પરંપરા તોડી સીધો ઓર્ડર કરતાં મામલો ગરમાયો છે.
આ સમગ્ર વિવાદમાં મુખ્ય કારણ વરાછા-એ ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેરની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કરાયેલી બદલી બન્યું છે. મેયર માયાબેન માવાણી પોતે વરાછા-એ ઝોન વિસ્તારમાં નિવાસસ્થાન ધરાવે છે. નિયમ અને રાજકીય પરંપરા મુજબ પોતાના હોમ ઝોનમાં કોઈ મહત્વના અધિકારીની બદલી કે નિમણૂક થાય ત્યારે મેયરને વિશ્વાસમાં લેવા અનિવાર્ય મનાય છે. જોકે, નવા કમિશનરે મેયર કે સ્થાયી સમિતિના ચેરમેનને અંધારામાં રાખીને સીધો જ આદેશ કરી દીધો હતો. આ ઓર્ડર અંગેની માહિતી મીડિયા મારફતે બહાર આવતાં શાસકોમાં ભારે રોષ ફેલાયો હતો.