🔥 TRENDING ఆదిలాబాద్: బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ... ఆదిలాబాద్: జైలు సందర్శించిన న్యాయ సేవా... शाहपुर कला में जलभराव और गंदगी पर ग्रा... સાબરકાંઠા LCB દ્વારા આઠ વર્ષ જૂનો ઘરફો... Regenta Place Golden Castle Opens in B... 136 Trekkers Stranded in Uttarakhand,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જૂનાગઢ પોલીસ દ્વારા 'વિશ્વાસ પ્રોજેક્ટ' હેઠળ રૂ. ૩.૫૮ લાખનો મુદ્દામાલ અને ખોવાયેલ ઘોડો પરત અપાયો

✍️ Reporter: Sudip Gadhiya 🗓 24 Sep 2026, 05:52 PM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ નેત્રમ શાખાએ 'વિશ્વાસ પ્રોજેક્ટ' હેઠળ લગાવવામાં આવેલા CCTV કેમેરાની મદદથી ૮ અરજદારોનો કુલ રૂ. ૩,૫૮,૦૦૦/- ની કિંમતનો સોનાના પેન્ડલ સેટ સહિતનો મુદ્દામાલ અને એક ઘોડો શોધી કાઢી તેમને પરત કર્યો છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ, જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા 'વિશ્વાસ પ્રોજેક્ટ' અંતર્ગત શહેરમાં સ્થાપિત CCTV કેમેરાનો ઉપયોગ કરીને પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ, ૮ અરજદારોનો કુલ રૂ. ૩,૫૮,૦૦૦/- ની કિંમતનો સોનાના પેન્ડલ સેટ સહિતનો કિંમતી મુદ્દામાલ અને એક ઘોડો શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે, જેનાથી પોલીસ પ્રજાના મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યું છે.

નેત્રમ શાખાના પી.એસ.આઇ. એચ.પી.મકવાણા અને તેમના સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સૌથી મોટી રકમનો મુદ્દામાલ, રૂ. ૩,૦૦,૦૦૦/- નો સોનાના પેન્ડલ સેટ સહિતનો સામાન ધરાવતી બેગ અરજદાર વિજયભાઇ ભગવાનભાઇ ધંધુકીયાને પરત અપાવવામાં આવી. આ ઉપરાંત, રૂ. ૫૦,૦૦૦/- ની કિંમતનો એક ઘોડો પણ અરજદાર કલ્પેશભાઈ મોહનભાઇ ગરીયલને શોધીને પરત કરવામાં આવ્યો, જેનાથી તેઓ અને તેમના પરિવારજનો ખૂબ ખુશ થયા હતા.

આ ઉપરાંત, અન્ય છ અરજદારોની પણ કુલ રૂ. ૮,૦૦૦/- થી વધુ કિંમતની ખોવાયેલી થેલીઓ અને બેગ શોધીને પરત કરવામાં આવી. આ થેલીઓમાં કપડાં, પાવરબેંક, ચાર્જર, આધાર કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજોનો સમાવેશ થતો હતો. CCTV કેમેરાની મદદથી વાહનચાલકોનો રૂટ ટ્રેક કરીને અને તેમનો સંપર્ક કરીને આ તમામ વસ્તુઓ ગણતરીની કલાકોમાં શોધી કાઢવામાં આવી હતી.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાં સાહેબ અને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબે તમામ પોલીસ કર્મીઓને પ્રજા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરવા અને મદદરૂપ થવા સૂચના આપી છે. આ સંવેદનાપૂર્ણ કાર્યવાહી બદલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબે જિલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
📲Get App