Crime
સુરત: કમેલા દરવાજા સ્થિત રિજન્ટ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો
સુરતના કમેલા દરવાજા વિસ્તારમાં આવેલી રિજન્ટ ટેક્સટાઇલ માર્કેટના ત્રીજા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગની 18 ગાડીઓ દ્વારા એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના કમેલા દરવાજા વિસ્તારમાં આવેલી જાણીતી રિજન્ટ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટના ત્રીજા માળે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
પ્રાથમિક વિગતો મુજબ, રિજન્ટ ટેક્સટાઇલ માર્કેટના ત્રીજા માળે આવેલી દુકાનોમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. કાપડનો મોટો જથ્થો હોવાને કારણે આગે ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતાં જ માર્કેટમાં હાજર વેપારીઓ અને ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવીને બહાર દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 18થી વધુ ગાડીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. માનદરવાજા, મજુરા ગેટ સહિત નજીકના ફાયર સ્ટેશનોમાંથી 10થી વધુ ફાયર સ્ટેશનના 17 ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ભારે ધુમાડો હોવાને કારણે ફાયર જવાનોને અંદર પ્રવેશવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.