🔥 TRENDING कलेक्टर ने खरीफ 2026 उपार्जन की तैयारि... कलेक्टर श्री पार्थ जायसवाल ने जिले के... મેડિકલ ક્ષેત્રે ભાવવધારા સામે જનતાનો પ... Red Alert Issued for Burgampadu and Fo... Puri Jagannath Temple to Suspend Publi... Odisha Assembly Session Disrupted on D...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

મહુવા સુગર ફેક્ટરીના ડિસ્ટિલરી વિભાગને રાષ્ટ્રીય સ્તરે 'બેસ્ટ કો-ઓપરેટીવ ડિસ્ટિલરી' એવોર્ડ એનાયત

✍️ Reporter: Dhaval Maheta 🗓 24 Sep 2026, 10:24 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતજીલ્લાના મહુવા તાલુકાના બામણીયા સ્થિત શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.ના ડિસ્ટિલરી વિભાગને નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટીવ સુગર ફેક્ટરીઝ દ્વારા 'બેસ્ટ કો-ઓપરેટીવ ડિસ્ટિલરી ઈન હાઈ રીકવરી એરીયા' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

સુરત જીલ્લાનાં મહુવા તાલુકાના આદિવાસી વિસ્તારના ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બામણીયાના ડિસ્ટિલરી વિભાગે ઉત્કૃષ્ટ કામગીરી કરીને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે. આ સંસ્થાને નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટીવ સુગર ફેક્ટરીઝ લિ., ન્યુ દિલ્હી દ્વારા એફિશિયન્સી એવોર્ડ 2025-26 અંતર્ગત 'બેસ્ટ કો-ઓપરેટીવ ડિસ્ટિલરી ઈન હાઈ રીકવરી એરીયા સિઝન 2025-26' (દ્વિતીય એવોર્ડ) એનાયત કરવામાં આવ્યો છે.

આ પ્રતિષ્ઠિત એવોર્ડ નવી દિલ્હી ખાતે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં તારીખ 22/09/2026 ના રોજ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી, કેન્દ્રીય અને રાજ્ય કૃષિ મંત્રી ક્રિષ્નાપાલ ગુર્જર, નેશનલ ફેડરેશનના પ્રમુખ હર્ષવર્ધન પાટીલ તથા મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ પી. નાઈકના હસ્તે આ એવોર્ડ સંસ્થાને આપવામાં આવ્યો હતો.

આ ગૌરવપૂર્ણ એવોર્ડ સ્વીકારવા માટે સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર ભાનેશભાઈ બી. પટેલ, ડિસ્ટિલરી ઈન્ચાર્જ જયેશભાઈ એન. પટેલ, ચીફ કેમિસ્ટ ઈન્દ્રજીત બી. ચૌધરી અને ચીફ એન્જીનીયર શશીકાંત એસ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સિદ્ધિ બદલ મેનેજિંગ ડિરેક્ટર ભાનેશભાઈ પટેલે સંસ્થાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને કામદારોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

આ મહત્ત્વપૂર્ણ એવોર્ડ મળવાના આનંદના સમાચારથી મહુવા સુગર ફેક્ટરીના સભાસદો અને સમગ્ર મહુવા સુગર પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. આ સિદ્ધિ સંસ્થાની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.
📲Get App