🔥 TRENDING ಫಾರ್ಚುನರ್ ಕಾರುಗಳಲ್ಲಿ ಓಡಾಡುವ ರಾಜಕೀಯ ನಾಯ... நியாய விலை கடைகளுக்கு அனுப்பப்படும் பொ... આસ્થા સાથે સેવા: કાલિકા અને હનુમાન મંદ... Tripura CM Announces Expansion of Urba... Tripura CM says idle tea estates could... Neermahal Water Festival to resume in...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા: જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો,એક આરોપી ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Sep 2026, 07:00 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ બેનમૂલ હત્યાના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપવામાં આવી હતી અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો..

સાબરકાંઠાના-:
જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં થયેલ એક મહિલા હત્યાના બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું..

આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે હત્યાના ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે,જેમાં હત્યા પાછળના કારણો અને અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે અંગે ખુલાસો થવાની શક્યતા છે.પોલીસે આ મામલે વધુ તપાસ માટે કવાયત તેજ કરી છે.
📲Get App