🔥 TRENDING ગડત ગામના કોળીવાડ ફળિયામાં ગણપતિ મૂર્ત... Accident સાબરકાંઠા એસ.ઓ.જી. દ્વારા પ્રોહીબીશનના... बिजली विभाग की लापरवाही से किसान की भै... ધાંગધ્રામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડ... বরুইপুর আদালত চত্বরে আইনজীবী হেনস্থার...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરત નવી સિવિલ મેડિકલ કોલેજમાં વધુ એક તબીબનો આપઘાત, દોઢ મહિનામાં બીજા ડોક્ટરનો ભોગ

✍️ Reporter: Dhaval Maheta 🗓 24 Sep 2026, 08:20 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત નવી સિવિલની મેડિકલ કોલેજમાં ફરી એકવાર તબીબે આત્મહત્યા વહોરી લીધી છે. એનાટોમી ડિપાર્ટમેન્ટના થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટર યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિએ ડિસેક્શન હોલમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

સુરત નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં છેલ્લા દોઢ મહિનામાં બીજી આત્મહત્યાની ઘટના બની છે. એનાટોમી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટર યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિએ બપોરના સમયે ડિસેક્શન હોલમાં જ પોતાના ડાબા હાથે ત્રણ કટ મારી અને પગની નસો કાપીને આત્મહત્યા કરી લીધી હતી.

જે ડિસેક્શન હોલમાં વિદ્યાર્થીઓ મૃતદેહોનું પરીક્ષણ કરીને તબીબી જ્ઞાન મેળવે છે, તે જ સ્થળે આ ઘટના બનતા સમગ્ર સિવિલ કેમ્પસમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનાએ તબીબી જગતમાં ચકચાર જગાવી છે.

મેડિકલ કોલેજના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોક્ટર યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિનું પરીક્ષાનું પરિણામ 18 સપ્ટેમ્બરના રોજ જાહેર થયું હતું, જેમાં તે નાપાસ થયો હોવાનું સામે આવ્યું હતું. આ નિરાશા બાદ તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગત 9 ઓગસ્ટે પણ રેસિડન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આમ, ટૂંકા ગાળામાં બીજી આત્મહત્યાની ઘટનાથી મેડિકલ કોલેજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
📲Get App