🔥 TRENDING સુરતમાં જર્જરિત એપાર્ટમેન્ટનો સ્લેબ તૂ... ડભોઈ તાલુકાના સાઠોદ ગામે ગઈ કાલે હત્યા... India and Netherlands Sign Agreement o... Karnataka Minister Says Mekedatu Proje... Karnataka launches drive to attract Si... Actor Prakash Raj launches 10‑day Karn...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં માર્ગ સલામતી જાગૃતિ માટે ૨૦૦ બાઈક રાઈડર્સની રેલી યોજાઈ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Sep 2026, 08:22 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં 'સેવા સંકલ્પ અભિયાન' અને 'સેવા મેરા યોગદાન' અંતર્ગત માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે ૨૦૦ બાઈક રાઈડર્સની રેલીનું આયોજન કરાયું હતું. રેલીમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને જવાનો જોડાયા હતા..

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી એક ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલી આ રેલીમાં પોલીસ સહિત વિવિધ સરકારી વિભાગોના આશરે ૨૦૦ બાઈક રાઈડર્સ જોડાયા હતા. આ રેલી દ્વારા ટ્રાફિક નિયમોના પાલનનો મહત્વપૂર્ણ સંદેશ શહેરીજનોને આપવામાં આવ્યો.

હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેથી આ રેલીને સાબરકાંઠા સાંસદ શોભનાબેન એમ. બારૈયા, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી એ.કે. પટેલ, કલેક્ટર લલિત નારાયણ સિંધ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, આરટીઓ અધિકારી જીગર પટેલ અને આરટીઓ ઇન્સ્પેક્ટર સંજયભાઈ વાઘડીયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થયેલી આ રેલી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન, ટાવર ચોક, ઓવરબ્રિજ, નમસ્તે સર્કલ, અહિંસા સર્કલ, ખેડ-તસિયા રોડ, છાપરીયા ચાર રસ્તા, મોતીપુરા, કવિશ્રી ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ, એસટી બસ સ્ટેન્ડ થઈ પરત બી-ડિવિઝન પોલીસ સ્ટેશન, જિલ્લા સબજેલ થઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે સંપન્ન થઈ હતી. રેલી દરમિયાન તમામ બાઈક ચાલકોએ હેલ્મેટ પહેરીને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાનો સંદેશ આપ્યો હતો. બાઈક પર માર્ગ સલામતી અંગેના પ્લેકાર્ડ લગાવી વાહનચાલકોને હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.

આ રેલીમાં પોલીસ જવાનો, ટીઆરબી (ટ્રાફિક નિયંત્રણ બ્રિગેડ), જીઆરડી (ગ્રામ રક્ષક દળ), હોમગાર્ડ, આરટીઓ અધિકારીઓ અને કર્મચારીઓ, હિંમતનગર નગરપાલિકાના કર્મચારીઓ તેમજ હિંમતનગર શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
📲Get App