🔥 TRENDING ડ્રાઇવર પાસે દસ્તાવેજો હોવા છતાં ટ્રાફ... લીલીયા મોટા રેલવે સ્ટેશન નજીક આવેલ રેલ... फतेहगढ़ उपखंड में सरपंच और वार्ड पंच आ... The Economic Times releases curated sc... Sourav Ganguly says he won’t mimic Sal... FIR Actor Ishwar Thakur Hospitalised i...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Weather

કચ્છમાંથી ચોમાસાની વિદાઈ: ૨૦૧૮ પછીનું સૌથી નબળું અને ટૂંકું ચોમાસું, સરેરાશ કરતા અડધું વરસાદ નોંધાયું.

✍️ Reporter: B. K. MAHESHWARI 🗓 24 Sep 2026, 08:20 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ વર્ષે ફક્ત 79 દિવસનું ચોમાસુ રહ્યું.

કચ્છ: આ વર્ષે કચ્છમાં ચોમાસાની વિદાઈ થઈ ગઈ છે. હવામાન વિભાગે ૨૩ સપ્ટેમ્બરે ચોમાસું પૂર્ણ જાહેર કર્યું છે. આ વર્ષે ચોમાસું મોડું આવ્યું હતું અને અસામાન્ય રીતે ટૂંકું તથા નબળું રહ્યું છે.
આ વર્ષે ચોમાસાનું આગમન ૭ જુલાઈએ થયું હતું, જે સામાન્ય તારીખ કરતાં મોડું હતું. ૨૩ સપ્ટેમ્બરે હવામાન વિભાગે ચોમાસું પૂર્ણ જાહેર કરતાં તેની કુલ અવધિ માત્ર ૭૯ દિવસની રહી. આ ૨૦૧૮ પછીનું સૌથી નબળું ચોમાસું પુરવાર થયું છે. છેલ્લા આઠ વર્ષમાં પણ આ વર્ષે કચ્છમાં સૌથી નબળું ચોમાસું નોંધાયું છે.
વરસાદની વાત કરીએ તો કચ્છમાં સરેરાશ ૫૦૦ મિમી વરસાદની અપેક્ષા સામે આ વર્ષે માત્ર ૨૮૭ મિમી (૫૭.૬૦ ટકા) વરસાદ જ નોંધાયો છે. આનો અર્થ એ છે કે સામાન્ય કરતાં લગભગ ૪૩ ટકા ઓછો વરસાદ પડ્યો છે.
મોડું આગમન, ટૂંકી અવધિ અને નબળા વરસાદને કારણે આ વર્ષનું ચોમાસું કચ્છ માટે નિરાશાજનક રહ્યું છે. હવે ચોમાસાની વિદાઈ સાથે જિલ્લામાં શિયાળાની તૈયારીઓ અને પાણીના સંચાલન તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
📲Get App