🔥 TRENDING West Bengal allocates 256 acres to Jup... West Bengal unveils new industrial lan... Baazar Style Retail opens new store in... Maharashtra to Deploy 136 Temporary Cl... Maharashtra government proposes to lif... Maharashtra's Tur, Soybean Crops Suffe...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લીલીયા મોટા રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે ફાટક નં.૪૨ ઉપર રોડ ઓવરબ્રિજની કામગીરીને લઈને તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવા

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 24 Sep 2026, 09:22 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લીલીયા મોટા રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે ફાટક નં.૪૨ ઉપર રોડ ઓવરબ્રિજની કામગીરીને લઈને તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવા

રેલવે ફાટક નં. ૪૨ પરથી પસાર થતા નાના વાહનોએ રેલવે ફાટક નં.૪૧ પરથી પસાર થવું

અમરેલી તરફથી ગારીયાધાર, સાવરકુંડલા જતા ભારે વાહનોએ વાયા લીલીયા મોટા, વાઘણીયા, નાના લીલીયા ચોકડી થઈ સાવરકુંડલા, ગારીયાધાર રોડ પરથી પસાર થવાનું રહેશે

ગારીયાધાર, સાવરકુંડલા તરફથી અમરેલી જતા ભારે વાહનોએ વાયા નાના લીલીયા ચોકડી, વાઘણીયા, લીલીયા મોટા રોડ પરથી પસાર થવાનું રહેશે


અમરેલી તા.૨૩ સપ્ટેમ્બર
લીલીયા મોટા રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે ફાટક નં.૪૨ ઉપર રોડ ઓવરબ્રિજની કામગીરીને લઈને તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવાના રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ વૈકલ્પિક રૂટ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

વૈકલ્પિક રૂટ-૧ મુજબ રેલવે ફાટક નં. ૪૨ પરથી પસાર થતા નાના વાહનોએ રેલવે ફાટક નં.૪૧ પરથી પસાર થવાનું રહેશે.

વૈકલ્પિક રૂટ-૨ મુજબ અમરેલી તરફથી ગારીયાધાર, સાવરકુંડલા જતા ભારે વાહનોએ વાયા લીલીયા મોટા, વાઘણીયા, નાના લીલીયા ચોકડી થઈ સાવરકુંડલા, ગારીયાધાર રોડ પરથી પસાર થવાનું રહેશે.

વૈકલ્પિક રૂટ-૩ મુજબ ગારીયાધાર, સાવરકુંડલા તરફથી અમરેલી જતા ભારે વાહનોએ વાયા નાના લીલીયા ચોકડી, વાઘણીયા, લીલીયા મોટા રોડ પરથી પસાર થવાનું રહેશે. આ જાહેરનામું તા. ૦૯.૦૩.૨૦૨૭ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
📲Get App