🔥 TRENDING ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં રાજકીય ઉથલ... एटा एवं अवागढ़ में भव्य शोभायात्रा का... Deep Depression Over South Odisha Weak... Red warning issued for four districts... પોલીસ જવાનોના ઉત્સાહ સાથે માઁ અંબાના જ... Two Hostel Superintendents Suspended i...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા, એકવીસ હજાર સાતસો નો મુદ્દામાલ કબજે
Crime

ધાંગધ્રામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા, એકવીસ હજાર સાતસો નો મુદ્દામાલ કબજે

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 24 Sep 2026, 08:52 PM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા શહેર નજીક ભાગૅવી સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમી રહેલા ચાર ઈસમોને સીટી પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રોકડ રકમ સહિત કુલ ₹એકવીસ હજાર સાતસો નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા શહેરનીભાગૅવી સોસાયટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી ધાંગધ્રા સીટી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી જુગાર રમી રહેલા ચાર ઈસમોને દબોચી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹21,700 નો મુદ્દામાલ કબજે કર્યો છે.જેમા જુગાર રમતા ગોપાલભાઈ રમુભાઈ કાટોડીયા રાજુભાઈ ચછેલાભાઈ ધરેજીયા મહાવીર ભાઈ નાનજીભાઈ બોહકીયા અખ્તર ભાઈ ગફારભાઈ ભટ્ટી તમામ રહે ધાંગધ્રા વાળાની ધરપકડ કરવામાં આવી હતી
પોલીસની આ કાર્યવાહીથી જુગાર રમતા ઈસમોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. પોલીસે ઝડપાયેલા ચારેય ઈસમો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App