🔥 TRENDING आरा सदर अस्पताल में डॉक्टरों कि हड़ताल સાયલા હાઈવે પર મેંદાની આડમાં વિદેશી દા... ପ୍ରସିଦ୍ଧ ଛତିଆ କାକରା ଜାତୀୟ ରାଜପଥ କଡ଼ରେ... Madhya Pradesh High Court Bars Husband... ਸ੍ਰੀ ਗੁਰੂ ਰਵਿਦਾਸ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਮੌ... Hundreds rally in Delhi after teen all...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સચીન પોલીસ સ્ટેશનના ૧૮ લાખની છેતરપિંડીના ગુનામાં ૨.૫ વર્ષથી ફરાર આરોપી મુંબઈથી ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Sep 2026, 05:06 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સચીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૧૮ લાખ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં છેલ્લા ૨ વર્ષ અને ૬ મહિનાથી નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્રના મિરા-ભાયાન્દર રોડ, મુંબઈ ખાતેથી ઝોન-૬ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યો છે..

સુરત શહેરના ઝોન-૬ એલ.સી.બી.પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.સચીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૧૮ લાખ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં છેલ્લા ૨ વર્ષ અને ૬ મહિનાથી ફરાર ચાલી રહેલા આરોપી મોહમંદ રફિક મોહમંદ સફીક અન્સારીને મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.માનનીય પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર સેકટર-૨ અને નાયબ પોલીસ કમિશનર ઝોન-૬નાઓના માર્ગદર્શન હેઠળ ઝોન-૬ એલ.સી.બી.ના પોલીસ માણસો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.આ ઝુંબેશના ભાગરૂપે આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિપકસિંહ હરીસંગ,ભગવાન પ્રકાશરાવ,અનંત દિનેશચંન્દ્ર અને પરસોત્તમ મઘાભાઇ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી..

તપાસ દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે સચીન પોલીસ સ્ટેશન પાર્ટ એ-ગુ.રનં૧૧૨૧૦૦૫૪૨૪૪૦૪૮૦/૨૦૨૪ (ઈ.પી.કો.કલમ-૪૨૦,૪૧૯,૪૬૫,૪૬૮,૪૭૧,૧૧૪) મુજબના ગુનામાં સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબ વોરંટ ધરાવતો આરોપી મોહમંદ રફિક મોહમંદ સફીક અન્સારી મુંબઈના મિરા-ભાયાન્દર રોડ વિસ્તારમાં છુપાયેલો છે.આ માહિતીના આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન-૬,સુરત શહેરની પરવાનગી મેળવી પોલીસની ટીમે સુરતથી લગભગ ૩૦૦ કિલોમીટર દૂર મહારાષ્ટ્રમાં કાર્યવાહી કરી.પોલીસે મિરા-ભાયાન્દર રોડ, થાણે,મુંબઈ ખાતે બે દિવસ રોકાઈને આરોપી અંગે માહિતી એકત્રિત કરી.ચોક્કસ બાતમી અને લોકેશનના આધારે પોલીસે કાશીમીરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શાંતિનગર ગાર્ડન પાસેથી આરોપી મોહમંદ રફિક મોહમંદ સકીક અન્સારી (રહે.સી-૨૧,૦૦૩,વિજથા શાંતિનગર,શાંતિનગર સેકટર-૦૪,મિરા-ભાયાન્દર રોડ,થાણે,મુંબઈ) ને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો.આ આરોપી ૧૮ લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં છેલ્લા અઢી વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો.પોલીસે આરોપીને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરી છે.
📲Get App