अपराध
મહેસાણા બી-ડિવિઝન પોલીસે મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો, એક ઈસમ ઝડપાયો..
મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે ચોરી થયેલ મોટરસાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે..
મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.પોલીસે ચોરી થયેલ મોટરસાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે..
પોલીસ સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર બી-ડિવિઝન પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.આ દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા એક ઈસમને રોકી તેની પૂછપરછ કરતા અને વાહન સંબંધિત કાગળો માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.પોલીસે વધુ તપાસ કરતા તે ચોરીની મોટરસાયકલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ચોરી થયેલ મોટરસાયકલ કબજે કરી ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ચોરીના ગુનામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.