🔥 TRENDING श्री अग्रवाल धर्मशाला समाना में वामन ज... ਮੱਛੀ ਪਾਲਣ ਨੇ ਬਦਲੀ ਨੰਦੇ ਸਾਹਨੀ ਦੀ ਜ਼ਿੰਦਗ... Haryana gangster on life sentence gran... Dallirajhara-Rowghat Railway Line Near... Chhattisgarh to Make Battery Storage M... Chhattisgarh High Court Grants Divorce...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલાની શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આર્ટ્સ-કોમર્સ કોલેજમાં એન.એસ.એસ. ડેની સેવાભાવી ઉજવણી

રાજુલાની શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આર્ટ્સ-કોમર્સ કોલેજમાં એન.એસ.એસ. ડેની સેવાભાવી ઉજવણી

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 24 Sep 2026, 06:14 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્લાસ્ટિક મુક્ત ભારત’ અને ‘સ્વચ્છતા’નો સંદેશ આપતી રેલી યોજાઈ, મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરમાં વિદ્યાર્થીનીઓએ સેવાકાર્ય કર્યું

📰 રાજુલાની શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આર્ટ્સ-કોમર્સ કોલેજમાં એન.એસ.એસ. ડેની સેવાભાવી ઉજવણી

‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ અને ‘સ્વચ્છતા’નો સંદેશ આપતી રેલી યોજાઈ, મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરમાં વિદ્યાર્થીનીઓએ સેવાકાર્ય કર્યું

રાજુલા: રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ખાતે એન.એસ.એસ. યુનિટ-1 અને યુનિટ-2 દ્વારા તા. 24 સપ્ટેમ્બર 2026ના રોજ એન.એસ.એસ. દિવસની અર્થસભર અને સેવાકીય ઉજવણી કરવામાં આવી હતી.

એન.એસ.એસ. યુનિટ-1ના પ્રોગ્રામ ઓફિસર પ્રા. જાગૃતિબેન તેરૈયા તથા યુનિટ-2ના પ્રોગ્રામ ઓફિસર પ્રા. ભગવતીબેન વડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં બંને યુનિટની મોટી સંખ્યામાં વિદ્યાર્થીની સ્વયંસેવિકાઓ જોડાઈ હતી.

‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ માટે જનજાગૃતિ રેલી

એન.એસ.એસ. દિવસની ઉજવણીના ભાગરૂપે શહેર સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત ભારત અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી. કેમ્પસ ડાયરેક્ટર ડો. જીગ્નેશભાઈ વાજાએ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

કેમ્પસ મેનેજર શ્રી રવિભાઈ વ્યાસ તથા સેક્રેટરી શ્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદીએ કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી. રેલી દરમિયાન વિદ્યાર્થીનીઓએ નગરના મુખ્ય માર્ગો પર ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ના સૂત્રોચ્ચાર સાથે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા અંગે નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવી હતી.

વિદ્યાર્થીનીઓએ લોકોને પ્લાસ્ટિકની થેલીના બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. પ્લાસ્ટિકના કારણે પર્યાવરણ પર થતી હાનિકારક અસરો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીની સ્વયંસેવિકાઓ દ્વારા માર્ગોની સફાઈ કરી સ્વચ્છતા અભિયાનમાં પ્રત્યક્ષ શ્રમદાન કરવામાં આવ્યું હતું.

મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરમાં સેવાકીય પ્રવૃત્તિ

એન.એસ.એસ. દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીની સ્વયંસેવિકાઓ દ્વારા રાજુલા સ્થિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ખાતે પણ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. **‘દર્દી દેવો ભવ’**ના ભાવ સાથે વિદ્યાર્થીનીઓએ દર્દીઓની સેવા કરી હતી તેમજ હોસ્પિટલમાં નાની-મોટી સેવાકીય કામગીરીમાં સહભાગી બની હતી.

આ પ્રસંગે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ શ્રી કમલેશભાઈ જોષીએ વિદ્યાર્થીનીઓનું સ્વાગત કરી હોસ્પિટલની વિવિધ સુવિધાઓ અંગે માહિતી આપી હતી. ડો. ધ્વનિબેન તેરૈયાએ સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપતાં યોગ અને નિયમિત કસરતના મહત્વ વિશે સમજાવ્યું હતું.

ડો. ધ્રુવીશાબેન તેરૈયાએ દાંતની સ્વચ્છતા, મૌખિક આરોગ્ય અને દાંતની યોગ્ય જાળવણી અંગે માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું હતું. કર્મચારી શ્રીમતી કાનાબાર યામિનીબેન યોગેશભાઈએ પણ એન.એસ.એસ. દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના તમામ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, રિસેપ્શનિસ્ટ તથા કર્મચારીઓનો વિદ્યાર્થીનીઓને સહકાર મળ્યો હતો. હોસ્પિટલ ખાતે પણ વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વચ્છતા અને સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

શિક્ષણ સાથે સંસ્કાર અને સમાજસેવાનો સંકલ્પ

આ સમગ્ર કાર્યક્રમ દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓમાં સામાજિક જવાબદારી, સેવાભાવ, સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ તથા રાષ્ટ્રનિર્માણની ભાવના વિકસાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમમાં અધ્યાપકો તથા કોલેજના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. કોલેજ પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવળે સમગ્ર એન.એસ.એસ. ટીમની સેવાકીય અને જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીનીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

એન.એસ.એસ.ની સમગ્ર ટીમ દ્વારા શિક્ષણની સાથે સેવા, સંસ્કાર અને સામાજિક જાગૃતિને કેન્દ્રસ્થાને રાખી કરવામાં આવેલી આ પ્રવૃત્તિએ ‘વિદ્યાર્થી વિકાસ સાથે સમાજ વિકાસ’ના શૈક્ષણિક સંકલ્પને સાકાર કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.
📲Get App