🔥 TRENDING ধর্মীয় অনুষ্ঠানে যোগ দিয়ে সম্প্রীতির ব... ಫಾರ್ಚುನರ್ ಕಾರುಗಳಲ್ಲಿ ಓಡಾಡುವ ರಾಜಕೀಯ ನಾಯ... நியாய விலை கடைகளுக்கு அனுப்பப்படும் பொ... આસ્થા સાથે સેવા: કાલિકા અને હનુમાન મંદ... Tripura CM Announces Expansion of Urba... Tripura CM says idle tea estates could...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ ચોરવાડમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું
Local

જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ ચોરવાડમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું

✍️ Reporter: Sudip Gadhiya 🗓 24 Sep 2026, 06:00 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ ચોરવાડ નગરપાલિકા ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ યોજાયેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે તે માટેની કામગીરીનું નિરીક્ષણ કર્યું.

આજે જૂનાગઢ જિલ્લાની ચોરવાડ નગરપાલિકા ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ શ્રી ચુડાસમાએ કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી સેવાઓ અને જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી મળી રહે તે અંગે ચાલી રહેલી કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું. તેમણે અધિકારીઓને નાગરિકોની સમસ્યાઓ સાંભળી તેનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી હતી.

‘સેવા સેતુ’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને તેમના ઘરઆંગણે જ વિવિધ સરકારી સુવિધાઓ અને યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સરકારી યોજનાઓનો વ્યાપ વધારવામાં અને લાભાર્થીઓ સુધી પહોંચવામાં મદદ મળે છે.
📲Get App