🔥 TRENDING Himachal Pradesh to Pay INR 800 Crore... Nitin Nabin Redraws BJP's Organisation... Ram Madhav appointed Uttarakhand in-ch... Badrinath Yatra Sets New Record as Pil... Himachal Pradesh High Court Rules Any... Rainfall Expected to Resume in Himacha...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભાદરવી પૂનમ મેળા માટે અસારવા-ખેડબ્રહ્મા મેમુને જાદર અને વડાલી સ્ટેશનો પર અસ્થાયી સ્ટોપેજ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 11:44 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ભાદરવી પૂનમ મેળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે અસારવા-ખેડબ્રહ્મા મેમુ ટ્રેનને જાદર અને વડાલી સ્ટેશનો પર અસ્થાયી સ્ટોપેજ આપવાનો નિર્ણય કર્યો છે..

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ભાદરવી પૂનમ મેળા દરમિયાન મુસાફરો અને શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને અસારવા–ખેડબ્રહ્મા મેમૂ ટ્રેનને જાદર અને વડાલી સ્ટેશનો પર અસ્થાયી સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવ્યો છે.

આ અસ્થાયી સ્ટોપેજ 26 સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. આ સુવિધા ફક્ત સ્પેશિયલ ભાદરવા મેળા માટેની ટ્રેન માટે જ નહીં, પરંતુ નિયમિત રીતે ચાલતી અસારવા-ખેડબ્રહ્મા સવારે જતી અને ખેડબ્રહ્મા-અસારવા સાંજે જતી મેમુ ટ્રેનો માટે પણ લાગુ પડશે. આનાથી હવે સ્પેશિયલ અને રેગ્યુલર બંને મેમુ ટ્રેનો આ બંને સ્ટેશનો પર ઉભી રહેશે.ટ્રેન નંબર 69251 અસારવા–ખેડબ્રહ્મા મેમૂ જાદર સ્ટેશન પર રાત્રે 19:59 કલાકે આવશે અને 20:00 કલાકે પ્રસ્થાન કરશે. વડાલી સ્ટેશન પર તે 20:24 કલાકે આગમન કરશે અને 20:25 કલાકે પ્રસ્થાન કરશે..

તેવી જ રીતે ટ્રેન નંબર 69252 ખેડબ્રહ્મા–અસારવા મેમૂ વડાલી સ્ટેશન પર સવારે 06:53 કલાકે આવશે અને 06:54 કલાકે પ્રસ્થાન કરશે. જાદર સ્ટેશન પર તેનું આગમન 07:10 કલાકે અને પ્રસ્થાન 07:11 કલાકે રહેશે. રેલવે દ્વારા મુસાફરોને આ સુવિધાનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.
📲Get App