🔥 TRENDING ખેડા: નર્મદા કેનાલમાં ડૂબી ગયેલા યુવકન... CSK Management Threatens Legal Action... రిమ్స్ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలిం... કાઠિયાવાડના ક્ષત્રિય ડાયરામાં રામ બાપા... बुढ़वा मंगल पर्व को लेकर अपर पुलिस अधी... କଟକର ଐତିହାସିକ ବାରବାଟୀ ଷ୍ଟାଡିୟମରେ
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કડી: કરોડોના ખર્ચે બનેલા તળાવમાં ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી, લોકાર્પણના દિવસોમાં જ પાળમાં ગાબડા

✍️ Reporter: Hanifbhai mahammadbhai jadav 🗓 23 Sep 2026, 02:20 PM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કડી શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા સરકારી તળાવના ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી છે. લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ તળાવની પાળમાં મોટા ગાબડા પડતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કડી શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સરકારી કામોમાં ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી છે. તારીખ ૧૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ મંત્રી પ્રવીણ માળીના હસ્તે જે નગરપાલિકા સંચાલિત તળાવનું ધામધૂમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તે તળાવ અત્યારે વિવાદોના ઘેરામાં છે.

નવાઈની વાત તો એ છે કે, આ તળાવને હજી સુધી આમ જનતા માટે ખુલ્લું પણ મૂકવામાં આવ્યું નથી. લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ તળાવની ચારે બાજુની પાળ પર મસમોટા ગાબડા જોવા મળ્યા છે, જે નિર્માણની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

જનતાના ટેક્સના પૈસાનો આવો વેડફાટ અને નબળું બાંધકામ જોઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, શું આ નબળા કામ પાછળ જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કોઈ કડક પગલાં લેવાશે ખરા?
📲Get App