🔥 ट्रेंडिंग हिमाचल प्रदेश जलविद्युत परियोजना के लि... नीतीन नबीन ने 2027 के लिए भाजपा का संग... राम माधव को उत्तराखंड का प्रभारी नियुक... उत्तराखंड में बद्रीनाथ यात्रा का नया र... हिमाचल प्रदेश उच्च न्यायालय ने कहा: कि... हिमाचल प्रदेश में आज से बारिश की संभाव...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

દિવાળી અને છઠ્ઠ પૂજા પહેલાં રેલવેની તૈયારીઓ: સુરત-ઉધનાથી ઉત્તર ભારત માટે વિશેષ ટ્રેનો અને સુવિધાઓ

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 23 सित. 2026, 11:46 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ્ઠ પૂજા દરમિયાન ઉત્તર ભારત તરફ મુસાફરી કરનારાઓ માટે ખાસ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, ઉધના સ્ટેશન પર સુવિધાઓ વધારવા અને મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે પગલાં લેવાયા છે.

આગામી દિવાળી અને લોકઆસ્થાના મહાપર્વ છઠ્ઠ પૂજાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને અત્યારથી જ યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત અને ઉધના સ્ટેશન પરથી ઉત્તર ભારત તરફ જતા મુસાફરોની ભારે ભીડને નિયંત્રિત કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ઉધનાથી હસનપુર રોડ વચ્ચે નવી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત બિહાર તરફ જતી અન્ય ત્રણ જોડી ટ્રેનોના ફેરામાં પણ નવેમ્બરના અંત સુધી વધારો કરવામાં આવ્યો છે.

સુરત-ઉધનાથી ઉત્તર ભારત જતી નિયમિત ટ્રેનોમાં સીટો હાઉસફુલ થઈ જતાં સ્ટેશન પર મુસાફરોનો ધસારો અટકાવવા માટે ખાસ માસ્ટરપ્લાન તૈયાર કરાયો છે. ઉધના સ્ટેશનના પૂર્વ દિશામાં નિર્માણાધીન હોલ્ડિંગ એરિયાને દિવાળી અને છઠ્ઠ પૂજા પહેલાં જ તાકીદે શરૂ કરવા કડક નિર્દેશ આપવામાં આવ્યા છે.

રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે બેઠક વ્યવસ્થા, શુદ્ધ પીવાનું પાણી, પર્યાપ્ત શૌચાલય અને સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરવામાં આવી છે, જેથી પ્લેટફોર્મ પર અફરાતફરી ન સર્જાય અને મુસાફરોને કોઈપણ અસુવિધા ન પડે.
📲Get App