🔥 TRENDING ગઢીયા ચાવંડ ગામના પશુપાલક શામજીભાઈનું... फत्तेपूर ग्रामसेवक गैरहजर; ग्रामस्थांच... જૂનાગઢ: ગૌચર દબાણ મામલે કાર્યવાહી નહીં... લાઠી નજીક ટોડા ગામે બે મોટરસાયકલ વચ્ચે... Star Arjun's Digital Avatar 'Raka' Set... Storm warning prompts school closures...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

અમરેલી જિલ્લાના બે ભાજપ આગેવાનોને પ્રદેશ સ્તરે મહત્વની જવાબદારી સોંપાઈ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 23 Sep 2026, 10:30 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમરેલી જિલ્લાના બે સિનિયર આગેવાનો, શરદભાઈ લાખાણી અને ભુપેન્દ્રભાઈ બસિયાને પ્રદેશ કારોબારી સભ્ય અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તથા રાજ્યસભાના સાંસદ માનસિંગભાઈ પરમાર દ્વારા અમરેલી જિલ્લાના બે સિનિયર આગેવાનોને વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ નિમણૂંકો દ્વારા જિલ્લાના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ નિમણૂંક મુજબ, અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ એવા કુશળ સંગઠક શરદભાઈ લાખાણીને પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યા છે. આ સાથે, તેમને ગીર સોમનાથ જિલ્લા ભાજપના સંગઠન પ્રભારીની જવાબદારી પણ સોંપવામાં આવી છે. બીજી તરફ, અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભુપેન્દ્રભાઈ બસિયાને પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

તાજેતરમાં થયેલી આ બંને અગ્રણીઓની સંગઠનાત્મક નિમણૂંકોને જિલ્લા ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો દ્વારા આવકારવામાં આવી છે. આ પ્રસંગે દિલીપભાઈ સંઘાણી, રાજકોટના સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, રાજ્યના ઉર્જામંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી, અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિત અનેક આગેવાનો અને કાર્યકરોએ બંને નિયુક્ત થયેલા આગેવાનોને અભિનંદન પાઠવી શુભકામનાઓ વ્યક્ત કરી છે. આ માહિતી જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટી દ્વારા આપવામાં આવી છે.
📲Get App