🔥 ट्रेंडिंग ପଞ୍ଚାୟତ ନିର୍ବାହୀ ଅଧିକାରୀଙ୍କର ୩୦ ପ୍ଲଟ,... सडक हादसा ୨୩ ରାତିକୁ ସଜାଗ, ଉପକୂଳ ଅତିକ୍ରମ କରିବ ଗଭୀ... એકતાનગરથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને... IPS ସ୍ତରରେ ଅଦଳବଦଳ; ସର୍ବଣା ବିବେକ ଏମ୍‌ ଭ... ଆରମ୍ଭରୁ ହଟ୍ଟଗୋଳ, ରାଜରାସ୍ତାରେ ଗର୍ଜନ: ଏମ...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

વીર નર્મદ યુનિવર્સિટી: વિદ્યાર્થીઓની ફરિયાદોના નિવારણ માટે કડક માર્ગદર્શિકા જાહેર

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 23 सित. 2026, 11:00 AM 👁 16
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે કોઈપણ વિદ્યાર્થીની અરજી કે ફરિયાદનો સમયસર ઉકેલ લાવવો ફરજિયાત બન્યો છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી અને તેની સાથે સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફરિયાદો અને સમસ્યાઓના નિવારણ માટે નવી અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય મુજબ હવે કોઈપણ વિદ્યાર્થીની અરજી કે ફરિયાદનો સમયસર ઉકેલ લાવવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને વહીવટી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓનો લાંબો સમય સામનો ન કરવો પડે. વિદ્યાર્થીઓની અરજી-ફરિયાદનો જવાબ ના આપનાર વિભાગીય વડાઓ સામે પગલા લેવાશે.

આ અંગે માહિતી આપતા VNSGU ના વાઇસ ચાન્સેલર (VC) કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી હસ્તકની 250 કરતા વધુ કોલેજોના આચાર્યો, વિભાગીય વડાઓ અને વહીવટી વિભાગના વડાઓને સ્પષ્ટ સૂચનો આપવામાં આવ્યા છે કે, વિદ્યાર્થીઓની કોઈપણ અરજી કે ફરિયાદ આવે ત્યારે તેનો સત્વરે સંતોષકારક જવાબ અને તે સંદર્ભે જરૂરી કાર્યવાહી કરવામાં આવે.

VC કિશોરસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યું કે, આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય વહીવટી કામગીરીમાં પારદર્શિતા વધારવાનો અને વિદ્યાર્થીઓને સમયસર યોગ્ય ન્યાય મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ નવી માર્ગદર્શિકા વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી તંત્ર વચ્ચેના સંવાદને વધુ મજબૂત બનાવશે અને વહીવટી પ્રક્રિયાને વધુ સુગમ બનાવશે.
📲Get App