🔥 TRENDING अररिया में दीपावली‑छठ महापर्व के दौरान... 82-Year-Old Woman's Gold Earrings Snat... Assam’s Cane Craft Adorns Ramayana Arm... Assam Farmer Builds 1,500‑Member Colle... Assam Governor and CM Extend Greetings... Jharkhand Governor Santosh Gangwar Lig...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર નજીક ગરનાળામાં પડી જતા બે યુવકોના મોત
Local

હિંમતનગર નજીક ગરનાળામાં પડી જતા બે યુવકોના મોત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Sep 2026, 03:08 PM 👁 87
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના હિંમતનગર પાસે નેશનલ હાઇવે પર ગરનાળામાં પડી જતાં બે યુવકોના કરૂણ મોત નીપજ્યા હતા. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા મૃતદેહોને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરાઈ છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક કાંકણોલ પાસે નેશનલ હાઇવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક બાઈક ગરનાળાની પ્રોટેક્શન વોલ સાથે અથડાતાં બાઈક સવાર યુવક ઉછળીને ગરનાળાની નીચે પાણીમાં ખાબક્યો હતો. તેને બચાવવા માટે પહોંચેલો બીજો યુવક પણ પાણીમાં પડી ગયો હતો, જેના કારણે બંને યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક યુવક ગામડીથી જાદરના મેળામાં જવા માટે નીકળ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહોને ગરનાળાના પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

આ દુર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે, જેમાં બાઈક ગરનાળાની પ્રોટેક્શન વોલ સાથે અથડાયા બાદ આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
📲Get App