🔥 TRENDING Assam Employees' Union Calls for Immed... Lufthansa mandates travel ID for onlin... Union Defense Minister Rajnath Singh. छत पर पानी की टंकी पर बना देसी बाथरूम,... भारतने न्यूझीलंडला ४ धावांनी हरवून माल... स्थानीय निवासी ने दीपावली का शानदार वी...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ટીમાણા ગામની ગણેશ શાળામાં અંગદાન અને આરોગ્ય જાગૃતિ અભિયાન યોજાયું
Health

ટીમાણા ગામની ગણેશ શાળામાં અંગદાન અને આરોગ્ય જાગૃતિ અભિયાન યોજાયું

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 23 Sep 2026, 07:50 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તળાજા તાલુકાના ટીમાણા ગામની ગણેશ શાળામાં ભાવનગરની સર. ટી. હોસ્પિટલના તબીબો અને વિશ્વના સૌથી ટૂંકી ઊંચાઈ ધરાવતા ડો. ગણેશ બારૈયા દ્વારા અંગદાન જનજાગૃતિ અને આરોગ્ય વિષયક ચર્ચાઓ યોજાઈ.

તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં આજ રોજ એક મહત્વપૂર્ણ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગરની સર. ટી. હોસ્પિટલના તબીબી અધિકારી (મેડિકલ ઓફિસર) ક્લાસ 2 સહિતના ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી હતી.

આ કાર્યક્રમમાં ખાસ કરીને મૂળ ગોરખી ગામના વતની અને વિશ્વમાં સૌથી ટૂંકી ઊંચાઈ (૩ ફૂટ) ધરાવતા ડો. ગણેશ બારૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અંગદાનના મહત્વ અને તેનાથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ઉપરાંત, આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ડોક્ટરો દ્વારા આપવામાં આવેલી માહિતી અને પ્રેરણાદાયી વાતોથી બાળકો ખૂબ પ્રભાવિત થયા હતા. આ પ્રકારના આયોજનો ભવિષ્યમાં પણ યોજાતા રહે તેવી અપેક્ષા છે.
📲Get App