🔥 TRENDING Odisha Scribes Visit Assam’s UNESCO-Li... ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે સ્વચ્છત... सदर अस्पताल पहुंचे सांसद प्रतिनिधि मनो... અમરેલી: બાબરા તાલુકાના વાંકિયા ગામમાં... હિંમતનગર નજીક વનવેમાં કાર બેફામ દોડાવી... Assam CM Accuses Opposition of Suppres...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાવરકુંડલાના વીજપડી ગામે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવાયું

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 23 Sep 2026, 11:40 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જવાબદાર વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી.

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આજરોજ ગેરકાયદે બાંધકામો પર વહીવટીતંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ કાર્યવાહી અગાઉ આપવામાં આવેલી નોટિસ બાદ હાથ ધરવામાં આવી હતી.

વીજપડી ગામ સાવરકુંડલા તાલુકાનું સૌથી મોટું ગામ હોવાની સાથે સાથે ચાર તાલુકાઓનું મહત્વનું વેપાર કેન્દ્ર પણ છે. આ ગામમાં રોજબરોજ ખરીદી માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામે છે, ત્યારે આવા સ્થળે ગેરકાયદે બાંધકામો સામે કડક પગલાં લેવાયા છે.

જવાબદાર વિભાગ દ્વારા ગેરકાયદે બાંધકામ કરનારાઓને અગાઉ નોટિસ આપીને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં બાંધકામ દૂર કરવામાં ન આવતાં, આજે વહીવટીતંત્ર દ્વારા જાતે કાર્યવાહી કરીને ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.
📲Get App