🔥 TRENDING અંબાજી મેળામાં ભક્તોના ફોન ચોરનાર ચોર... વડોદરા: ધન્વંતરી દિવસ નિમિત્તે શનિદેવ... Madhya Pradesh High Court Dismisses Pe... एटा के जैथरा में श्री गणेश चतुर्थी महो... Newly Elected Mayor Paras Singhi Takes... Stone thrown at vehicle during new mun...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

ઈડરના જાદર ખાતે સુપ્રસિદ્ધ મુધણેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય મેળો શરૂ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 10:52 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા લોકસભાના ઈડર તાલુકાના જાદર ખાતે વર્ષોથી યોજાતો સુપ્રસિદ્ધ મુધણેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય મેળો ગઈ કાલથી ભવ્ય રીતે શરૂ થયો છે..

સાબરકાંઠા લોકસભા મતવિસ્તારના ઈડર તાલુકાના જાદર ગામે આવેલા સુપ્રસિદ્ધ મુધણેશ્વર મહાદેવ મંદિર ખાતે ગઈ કાલથી ત્રિદિવસીય મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે.આ મેળો દર વર્ષે યોજાય છે અને સ્થાનિકો તેમજ આસપાસના વિસ્તારના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે.મેળાના પ્રથમ દિવસે, ભગવાન મુધણેશ્વર મહાદેવના દર્શન કરી ભાવિક ભક્તોએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.આ પાવન અવસરે ઉપસ્થિત રહેલા લોકોએ મેળાની ખુશીઓ માણી હતી અને ધાર્મિક માહોલનો અનુભવ કર્યો હતો.

આ પ્રસંગે ભગવાન મહાદેવ સૌના જીવનમાં સુખ,શાંતિ,સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્ય અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.'હર હર મહાદેવ'ના નાદ સાથે ભક્તોએ ભગવાનની કૃપા મેળવી હતી.
📲Get App