🔥 TRENDING వైసీపీకి తణుకు, ఇరగవరం, అత్తిలి 56 ఎంప... వైసీపీకి తణుకు, ఇరగవరం, అత్తిలి 56 ఎంప... ఆదిలాబాద్ రిమ్స్ లో నవజాత శిశువు మృతి फारबिसगंज विधानसभा क्षेत्र के डाक हरिप... ఎమ్ఎల్ఎయే ఆరిమిల్లి రాధాకృష్ణ వరద ముంప... बैतूल के गुरुवा पिपरिया गांव में किसान...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે પડાવ–દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો મેગા આયુષ્ય કેમ્પ યોજાયો

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે પડાવ–દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો મેગા આયુષ્ય કેમ્પ યોજાયો

✍️ Reporter: Pankaj Pandit 🗓 23 Sep 2026, 08:56 PM 👁 408
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે પડાવ–દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો મેગા આયુષ્ય કેમ્પ યોજાયો

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે દાહોદ જિલ્લાના પડાવ ખાતે આવેલ શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ ખાતે જિલ્લા કક્ષાના વિવિધ આયુષ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત મેગા આયુષ્ય કેમ્પ, નિદાન શિબિર, ગ્રામ્ય કક્ષાએ આયુષ્ય સભા, યોગ શિબિર તેમજ આંગણવાડી કેન્દ્રો ખાતે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હિરેન જે. બારોટ, દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ મોહનીયા ગમાબેન અભેસિંહ, દાહોદ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન ડામોર સુમનબેન મુકેશભાઈ, દાહોદ જિલ્લા પંચાયતની ખેતીવાડી સમિતિના ચેરમેન સોનલબેન, પૂર્વ કારોબારી ચેરમેન મોહનીયા અભેસિંહ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડામોર મુકેશભાઈ તથા જિલ્લાના મુખ્ય આયુર્વેદિક અધિકારી (CDHO) મેડમ-સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મેગા આયુષ્ય કેમ્પમાં આરોગ્ય તપાસ અને માર્ગદર્શન

મેગા આયુષ્ય કેમ્પ દરમિયાન ઉપસ્થિત નાગરિકોની આરોગ્ય તપાસ તથા નિદાન કરવામાં આવ્યું હતું. જરૂરિયાત મુજબ નાગરિકોને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે આયુર્વેદિક જીવનશૈલી, યોગ, પોષણ અને આરોગ્ય જાગૃતિ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આયુર્વેદ તથા આયુષ પદ્ધતિ પ્રત્યે જનજાગૃતિ વધારવા તેમજ **“સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજ”**ના સંકલ્પને સાકાર કરવાનો રહ્યો હતો.

કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ તથા આયુષ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આરોગ્યકર્મીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
📲Get App